ભાવનગર

જેસરના શેવડીવદર ક્લસ્ટર ખાતે પ્રાકૃતિક કૃષિ રિસોર્સ સેન્ટરનું ઉદ્ઘાટન

પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ ભાવનગર દ્વારા જેસર તાલુકામાં પ્રાકૃતિક કૃષિના રાષ્ટ્રીય
મિશનના શેવડીવદર ક્લસ્ટર ખાતે ઓરિયેન્ટેશન અને બાયો રિસોર્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરી પ્રાકૃતિક ખેતી માટે જરૂરી
વસ્તુ માટે ખુલ્લું મુકવામા આવ્યું હતું.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની સહાયથી તાલુકદાર મહિલા મંડળ દ્વારા જેસર તાલુકાના શેવડીવદર
ગામ ખાતે પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, બ્રામાસ્ત્ર, અગ્નિસ્ત્ર વેચાણ કેન્દ્ર એવુ બાયો
ઇનપુટ રિસોર્સ સેન્ટર ખુલ્લું મુકવામાં આવેલ હતું.
આ પ્રસંગે શ્રી જે. એન. પરમાર ( આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભાવનગર ), શ્રી મહમદ રિઝવાન (જિલ્લા
ખેતી અધિકારી ), શ્રી પ્રદીપ દવે (તાલુકા વિસ્તરણ અધિકારી ), શ્રી અજીતસિંહ ગોહિલ, (આત્મા જેસર ), શ્રી સંજય
સોલંકી (ખેતી મદદનીશ gpkvb ), શ્રી રાજપાલ સિંહ સરવૈયા (ડી.આર.ડી.એ. અને એન.આર.એલ.એમ. ના ક્લસ્ટર
કોઓર્ડીનેટર) સરપંચ, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. એન. પરમાર અને જિલ્લા ખેતીવાડી અધિકારી મહમદ
રિઝવાન સાહેબ દ્વારા પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને વિશેષ પ્રાકૃતિક ખેત પેદાશના માર્કેટિંગ ની વિસ્તૃત માહિતી
આપી હતી. આ તાલુકદાર મહિલા મંડળ દ્વારા આજ સુધીમાં 2000 લીટર જીવામૃત અને 500 લીટર જુદા જુદા અસ્ત્રો
ક્લસ્ટરના ખેડૂતોને ફ્રી મા વિતરણ કરેલ છે.

૦૦૦૦૦૦

Related Posts