ત બે દિવસ પહેલા મહુવાની એક વ્યક્તિ નું કતપર પાસે પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. દેવપ્રયાગ રેસીડેન્સી ના એક યુવકનું અકસ્માતે મોત નિપજ્યું હતું. તેમનાં બંનેના પરિવારજનોને સંવેદના રુપે રુપિયા ૩૦,૦૦૦ની રાશિ અર્પણ કરવામાં આવી છે. તે જ રીતે થોડા દિવસ પહેલાં પોરબંદર નજીકના દરિયામાં ડૂબી જતાં ચાર માછીમારોના મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ પૂજ્ય મોરારીબાપુએ અર્પણ કરી છે.
મુંબઈ નજીકના પાલધર ખાતે એક મકાન ધરાશયી થયા બાદ ૧૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ તેમના પરિવારજનોને પણ રુપિયા ૨,૫૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments