અમરેલી

જીએસટી ઘટાડાના બદલ પ્રધાનમંત્રી મોદીજીને અભિનંદન પાઠવતા જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પંદરમી ઓગસ્ટે કરવામાં આવેલ સંબોધન મુજબ કેન્દ્ર સરકાર દ્વારા
દેશની જનતાને મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશનાં નાણાંમંત્રીશ્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં મળેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં દેશની જનતાને
રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જનતાના હિતમાં વખતોવખત તેમાં જરૂરી સુધારા કરવામાં આવ્યાં
છે.
પ્રધાનમંત્રી મોદીજીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે લોકોનાં હિતમાં અગત્યનો લેતાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં 12
થી 28%ના સ્લેબ ને સંપૂર્ણ સમાપ્ત કર્યો છે. હવેથી ફક્ત 5 થી 18% સુધીનાં દર લાગું રહેશે. નવા દરો આવતી 22
સપ્ટેમ્બરથી લાગું કરવામાં આવશે.
દેશનાં ઔધોગિક એકમો, વેપાર ક્ષેત્રો, નાનાં કારખાનેદારો, સર્વિસ સેક્ટર સહિત વિવિધ ક્ષેત્રોમાં ખૂબ મોટી
અસર કરનારા આ નિર્ણયથી જન સામાન્યને મોટો ફાયદો થશે.
શિક્ષણ ક્ષેત્રને પ્રાધાન્ય આપતાં સરકારે પેન્સિલ, રબર, શાર્પનર, મેપ, ચાર્ટ, એક્સર્સાઇઝ બુક, નોટબુક વગેરે
અભ્યાસનાં અગત્યના સાધનો પર જીએસટી નાબૂદ કરવામાં આવ્યો છે.
લોકલાગણીને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર સરકારે પર્સનલ હેલ્થ ઈન્સ્યોરન્સ અને લાઈફ ઈન્સ્યોરન્સ પ્રિમિયમ પરથી
જીએસટી રદ કરવામાં આવ્યો છે.
ટ્રેક્ટર અને તેને લગતી ખેતીનાં સાધનો પર ટેક્સ ઘટાડવામાં આવતાં ખેડૂતોને રાહત મળશે. કૃષિ સંબંધિત
ઉત્પાદનો સાથેજ રોજબરોજ ઉપયોગમાં લેવાતી ઘર વપરાશની ચીજવસ્તુઓ પણ સસ્તી થશે, હેલ્થ એન્ડ મેડિકલ
રિલેટેડ પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ, મોબાઈલ, ઓટોમોબાઈલ સેક્ટર, સાયકલ, મોટરસાયકલ, કાર સહિતની
વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે.

કેન્દ્ર સરકારનાં આ મહત્વપૂર્ણ નિર્ણયને વધાવતા અમરેલી જીલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણીએ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી નાણામંત્રી નિર્મલાજીને અભિનંદન પાઠવ્યાં છે, આ નિર્ણયથી દિવાળી પહેલાં બજારમાં દિવાળી
જેવો માહોલ જોવા મળશે. લોકોની સુખાકારીને લક્ષ્યમાં રાખતાં પ્રધાનમંત્રી મોદીજીના વિઝન અને મિશનને સલામ
કરવી ઘટે તેમ શ્રી કાનાણીએ જણાવ્યું છે.

Related Posts