સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ કબીર ટેકરી સાવરકુંડલા દ્વારા પ. પૂ. સદગુરુ શ્રી રામલખન સાહેબના જન્મદિવસ તેમજ પ. પૂ. સદગુરુ બિહારી સાહેબના દિક્ષાદિનની સ્મૃતિમાં તારીખ ૭-૧૦-૨૫ ને શરદપૂનમના શુભ દિવસે સદભાવના સદ્વિચારોનું સંવર્ધન કરવાના ઉદ્દેશ્યથી સાહિત્ય ગોષ્ઠી કાર્યક્રમ ત્યારબાદ ગરીબો અને નિસહાય લોકો માટે વસ્ત્રદાનનો કાર્યક્રમ યોજાશે. અંતમા મહાપ્રસાદ કાર્યક્રમ યોજાશે. આમ કબીર ટેકરી આશ્રમ દ્વારા આ પાવન દિવસે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બપોરે ૩-૦૦ વાગ્યે સાહિત્ય રસિકો દ્વારા સદભાવના અને સદ્વિચારોનું સંવર્ધન થાય એ ઉદ્દેશ્ય સાથે સાહિત્ય ગોષ્ઠી કાર્યક્રમ ત્યારબાદ ૪ વાગ્યે જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રદાન અર્પણ કરવામાં આવશે. અને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કાર્યક્રમ યોજાશે. આમ આ દિવસે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સંદર્ભ જરૂરિયાતમંદ લોકોએ લાભ લેવા કબીર ટેકરી મહંત શ્રી નારણદાસ સાહેબ ગુરૂ શ્રી બિહારી સાહેબ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ કાર્યક્રમનો સમય તારીખ ૭-૧૦-૨૫ ને બપોરે ૩-૦૦ વાગ્યે સાહિત્ય ગોષ્ઠી, સાંજે ૪ વાગ્યે થી ૬-૩૦ સુધી વસ્ત્રદાન અર્પણ અને ત્યાર બાદ મહાપ્રસાદ ગ્રહણ કાર્યક્રમ કબીર ટેકરી ખાતે યોજાશે. તો આ પાવન પ્રસંગે કબીર ટેકરી આશ્રમ મહંત શ્રી નારણદાસ સાહેબ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.
સાવરકુંડલા શહેરમાં આવેલ કબીર ટેકરી આશ્રમ ખાતે શરદપૂનમના રોજ સાહિત્ય ગોષ્ઠી, વસ્ત્રદાન કાર્યક્રમ, મહાપ્રસાદ એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાશે
 
                                                
 
							 
							 
							
















Recent Comments