નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) અંતર્ગત ભાવનગર જિલ્લાના CRP (કોમ્યુનીટી રિસોર્સ પર્સન)
અને કૃષિસખીની તા. ૦૭/૧૦/૨૦૨૫ થી તા. ૦૯/૧૦/૨૦૨૫ સુધી ત્રણ દિવસીય તાલીમનું લોકભારતી સણોસરા
અને બગદાણા સ્થિત પીડીલાઇટ સંસ્થા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ દરમિયાન સહભાગીઓને જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃતની બનાવટની પદ્ધતિઓનું
નિદર્શન કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, સુંઠાસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર જેવા વિવિધ અસ્ત્રોની માહિતી
આપવામાં આવી હતી. તેમજ મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી અને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોની
માહિતી આપવામાં આવી હતી.
લોકભારતી સણોસરા ખાતે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત સી.આર.પી. અને કૃષિ સખીની તાલીમ યોજાઇ



















Recent Comments