આજનું બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે. જેથી દરેક બાળકનો મુક્ત અને ર્નિભય વાતાવરણમાં સર્વાંગી વિકાસ થાય તે ખુબ જરૂરી છે, પરંતુ અલગ-અલગ કારણોસર બાળકો સાથેના અપરાધોમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહેલ છે. આ અપરાધો બનતા અટકાવવા વાલીઓ અને બાળકોમાં જાગૃતિ આવે તે અતિ આવશ્યક બાબત છે. આવા સામાજિક જાગૃત્તિના અભિયાન MISSION SMILE” હેતુ સહ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા બાળકોની સુરક્ષા અને સલામતી સુનિશ્વિત કરતા આ અનેરા અભિયાન અંતર્ગત શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડાના બાળકોને તાલીમબદ્ધ ટીમ દ્વારા ગુડ ટચ અને બેડ ટચની સમજ પ્રહલાદભાઇ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.આ અભિયાન દરમિયાન વંડાના PSI શ્રી પી.જી.રામાણી સાહેબના માર્ગદર્શન હેઠળ SPC ADI શ્રીવિરલબેન તેમજ તેમની ટીમ તથા કમ્યુનિટી પોલીસ ઓફિસર ડી.પી. સાહેબ ઉપસ્થિતિ રહ્યા હતા અને બાળકોને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો, નાટક અને રોલ પ્લે દ્વારા સારા અને ખરાબ સ્પર્શ વિશે સમજ આપવામાં આવી હતી. શાળાઓ, શિક્ષકો, બાળકો અને વાલીઓ માટે ભવિષ્યમાં ઉપયોગી બની રહે તેવી તાલીમી સાહિત્ય વાળી ડીવીડી તેમજ પેમ્પ્લેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું
સાવરકુંડલા શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડામાં પોલીસ સ્ટેશન વંડા દ્વારા ગુડ ટચ-બેડ ટચની સમજણ અપાઇ




















Recent Comments