સાવરકુંડલા ખાતે યોજાયેલ નાવલી ઉત્સવ કાર્યક્રમમાં પધારેલ અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને નવા પ્રધાન મંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કાયદા, ન્યાય, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો, ગુજરાત સરકારના દફતરની ફાળવણી કરવામાં આવતા જે બદલ સાવરકુંડલા ગુરુકુળના પ્રમુખ શ્રી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામીએ ખૂબ આનંદની લાગણી સાથે અભિનંદન પાઠવ્યા હતા સાથે અમરેલી જિલ્લાના લોકો માટે સેવા કરવાની તક મળી છે તે માટે આશીર્વાદ આપેલ .
. સાવરકુંડલા નગરપાલિકા અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે યોજાયેલા નાવલી ઉત્સવ કાર્યક્રમ સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા આયોજિત આ જાજરમાન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારીના ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા, રાજુલાના ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા સાથે સંતોની સાથે ગુરુકુળના શુકદેવપ્રસાદ દાસજી સ્વામી, કુંડલપૂરના મહંત શ્રી, રામાનંદ ગુરુકુળના પ્રમુખ શ્રી, માનવ મંદિરના પ્રમુખ સાથે સાવરકુંડલાના લોકો હાજર રહ્યાં હતા


















Recent Comments