સાવરકુંડલા તાલુકાની ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા અને અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ દ્વારા સેવાકીય વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. તે પૈકી આગામી તારીખ ૭-૧૧-૨૫ને શુક્રવારના રોજ ૩૪૧મો વિનામુલ્યે મહા નેત્રયજ્ઞ નેત્રમણિ સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે યોજાશે. આ કેમ્પમાં આંખના રોગોથી પીડાતા દર્દીઓએ કેમ્પનો લાભ લેવા સંસ્થા દ્વારા જણાવવામાં આવેલ છે .આ કેમ્પમાં મોતિયાના ઓપરેશનની જરૂરિયાત હોય તેવા દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનો વિરનગર ખાતે કરી આપવામાં આવશે. ઓપરેશન કરવાના થાય તેવા દર્દીઓને ગુરુકુળથી બસ દ્વારા વિરનગર લઈ જવામાં આવશે અને ઓપરેશન બાદ સાવરકુંડલા પરત લાવવામાં આવશે. આ કેમ્પના દાતા તરીકે કીર્તિકુમાર ચંપકલાલ બોરડીયા મુંબઈનો સહયોગ પ્રાપ્ત થયો છે કેમ્પનું દીપ પ્રાગટ્ય સંસ્થાના વડા પૂ ભગવતપ્રસાદદાસજી સ્વામીજી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તથા કોઠારી અક્ષરમુક્ત દાસજી સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે એમ સંસ્થાના ગિરીશભાઈ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું છે
શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે આ શુક્રવારે ૩૪૧ મો વિનામૂલ્યે નેત્રમણી યજ્ઞ યોજાશે




















Recent Comments