સુરતના અણુદ્વાર ગેટ પાસે એક અજાણી મહિલાએ મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ હતી. ગંભીર ઈજા થતાં આ મહિલાને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.સુરતના અણુદ્વાર ગેટ પાસે એક અજાણી મહિલાએ મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ હતી. ગંભીર ઈજા થતાં આ મહિલાને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ ઉષા જૈન તરીકે થઈ છે. તે વેસુ વિસ્તારમાં એક કાફે ચલાવતી હતી અને તેના પતિ કાપડના વેપારી છે. આ ધનિક પરિવારમાં એક છોકરો અને એક છોકરી પણ છે.યુવાન મહિલાના અચાનક અને શંકાસ્પદ મોતથી પરિવાર આઘાતમાં છે. બપોરના સમયે બનેલી આ ઘટના પાછળનું રહસ્ય ઘેરાયું છે. મહિલાએ આપઘાત કર્યો છે કે પછી આ માત્ર એક અકસ્માત છે તે અંગે પોલીસ મૂંઝવણમાં છે. પોલીસે હાલમાં ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને પરિવારજનો તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરીને સત્ય જાણવાનો પ્રયાસ કરી રહી છે.
સુરતના અણુદ્વાર ગેટ પાસે એક મહિલાએ લગાવી મોતની છલાંગ, સારવાર દરમિયાન મોત



















Recent Comments