*ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય સુધીર વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત નેતાઓએ કિસાન મહાપંચાયતમાં હાજરી આપી*
*ભારત દેશ ખેતીપ્રધાન છે, પરંતુ સરકાર બુટલેગરપ્રધાન છે: ગોપાલ ઇટાલીયા*
*ખેતીપ્રધાન દેશના ખેડૂતોએ બારેમાસ અલગ અલગ મુદ્દાઓ પર આંદોલન કરવા પડે છે: ગોપાલ ઇટાલીયા*
*આમ આદમી પાર્ટીએ બીડું ઝડપ્યું છે કે હવે ગુજરાતમાં ખેડૂતોની સરકાર બનશે: ગોપાલ ઇટાલીયા*
*ગુજરાતમાં ખેડૂતોને સમસ્યા છે, પરંતુ બુટલેગરોને કોઈ સમસ્યા નથી: ગોપાલ ઇટાલીયા*
*જેણે અમરેલીમાં ભરબજારમાં એક દીકરીનું સરઘસ કઢાવ્યું એ જેલમાં જવો જોઈતો હતો, પરંતુ એની જગ્યાએ આજે ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં છે: ગોપાલ ઇટાલીયા*
*30 વર્ષમાં પહેલી વખત કોઈ ધારાસભ્યને જેલમાં મોકલવામાં આવ્યા, ચૈતરભાઈ ધારાસભ્ય બન્યા પછી બે વખત ખોટા કેસમાં જેલમાં જઈને આવ્યા: ગોપાલ ઇટાલીયા*
*સરકાર પણ ગાંધીનગરમાં સર્કસ ચાલે છે: ગોપાલ ઇટાલીયા*
*દોઢ-બે વર્ષ સુધી એક માણસને મંત્રી બનાવીને એ મંત્રીનું પેટ, ખિસ્સું અને ગોડાઉન ભરાઈ જાય, ત્યાં સુધી તેને મંત્રી રાખવામાં આવે છે, ત્યારબાદ બીજાને મંત્રી બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલીયા*
*ભાજપ સરકારે સરકારી શાળા અને દવાખાનાઓની હાલત ખરાબ કરી દીધી: ગોપાલ ઇટાલીયા*
*ભાજપની નીતિઓ ખેડૂત, ખેતી અને ગામડા વિરોધી નીતિઓ છે: મનોજ સોરઠીયા*
*જે લોકો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે, એ લોકો ભાજપનો ખેસ પહેરે છે: મનોજ સોરઠીયા*
*હડદડમાં થયેલ લાઠીચાર્જમાં મહિલાઓ અને બાળકોને પણ છોડવામાં આવ્યા ન હતા: મનોજ સોરઠીયા*
*ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે આવનારા સમયમાં AAPનો સાવરણો જ ચાલશે: મનોજ સોરઠીયા*
*યુવાનોએ રાજનીતિમાં આવવું પડશે કારણ કે રાજનીતિમાં આવ્યા વગર હવે કોઈ છૂટકો નથી: મનોજ સોરઠીયા*
*સરકારે ફાંકા ફોજદારી કરી 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું પરંતુ હજુ સુધી 10,000 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવામાં આવ્યા નથી: મનોજ સોરઠીયા*
*ગુજરાતમાં દારૂનું દુષણ છે, ડ્રગ્સનું દુષણ છે, માઇનિંગના માફિયા છે, શિક્ષણના માફિયા છે: મનોજ સોરઠીયા*


















Recent Comments