અમરેલી

દામનગર પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત નિઃશુલ્ક  કન્યા છાત્રાલય ની દીકરી ઓનો ખોડલધામ દ્વારા સત્કાર

દામનગર તાજેતર માં કાગવડ ખોડલધામ ખાતે આયોજિત સત્કાર સમારોહ માં દામનગર સ્થિત પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત નિઃશુલ્ક કન્યા છાત્રાલય માં રહી વિદ્યાભ્યાસ કરતી દીકરી ઓનું સમસ્ત ખોડલધામ કાગવડ દ્વારા સામુહિક સત્કાર કરી શક્તિ સ્વરૂપા તમામ દીકરી ઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું દામનગર જેવા નાના શહેર માં સમગ્ર ગુજરાત ભર ના અનેક તાલુકા ઓ જિલ્લા ઓમાં થી જરૂરિયાત મંદ સમસ્ત લેઉવા પટેલ સમાજ ની દીકરી માટે ઉત્તમ વ્યવસ્થા કરી કન્યા કેળવણી નું પ્લેટફોમ પાડતા પરમાર્થ ટ્રસ્ટ સુરત ની સંસ્થા ની દુરંદેશી અને ઉદારદિલ કેળવણી પ્રેમી એ ખરા રૂપે મહિલા સશક્તિ કરણ નું કાર્ય કર્યું છે પરમાર્થ ટ્રસ્ટ સુરત ના ઉદારદિલ દાતા ઓ પ્રત્યે ખૂબ ખુશી વ્યક્ત કરતા અગ્રણી ઓએ  તમામ દીકરી ઓના ઉજ્જવળ ભવિષ્ય ની શુભેચ્છા વ્યક્ત કરી હતી.                                            

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

Related Posts