અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક્સ અને સ્પાઇન સર્જરી વિભાગ દ્વારા પ્રથમ વખત અત્યંત જટિલ અને જોખમી ક્રેનિયોવર્ટિબ્રલ જંક્શન (Craniovertebral Junction – CVJ) સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. ગંભીર ન્યુરોલોજિકલ સમસ્યાથી પીડાતા 17 વર્ષીય યુવાન દર્દી માટે આ સફળતા આશાનું નવું કિરણ બની છે.ગુજરાત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકાસનું રોલમોડલ બન્યું છે તેની વિશેષતાઓ પણ મુખ્યમંત્રીશ્રીએ યુવાછાત્રો સમક્ષ કરી પ્રસ્તુત કરી હતી.
કેન્દ્ર સરકારની આ પહેલના માધ્યમથી વિદ્યાર્થીઓ વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરાઓ, વારસો, વિકાસના મોડેલો, નવીનતાઓ અને ટેકનોલૉજિકલ પ્રગતિ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવે એવો ધ્યેય રાખવામાં આવ્યો છે.
આ ધ્યેયને સાકાર કરવા માટે યુવા સંગમનાં પર્યટન (Tourism), પરંપરા (Traditions) પ્રગતિ (Progress), જન-જન વચ્ચે સંપર્ક (People-to-People Connect) અને ટેક્નોલોજી એમ પાંચ મુખ્ય આયામો પર તમામ પ્રવૃત્તિઓ આધારિત છે.
આ છાત્ર પર્તિનિધિમંડળના વિદ્યાર્થીઓ ગુજરાતનાં ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોનો પરિચય કરે, સ્થાનિક સંસ્કૃતિ, રીતરિવાજો અને પરંપરાઓની સમજ તેમજ વિકાસ મોડેલ, ઔદ્યોગિક સિદ્ધિઓ અને વિકાસલક્ષી પહેલોની જાણકારી મેળવે તે માટે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીએ આ પ્રતિનિધિમંડળની યજમાની કરી છે.
એટલું જ નહિ, વિવિધ રાજ્યોના યુવાનો વચ્ચે સંવાદ, પરસ્પર સમજ અને લાંબા ગાળાના સંબંધોનું નિર્માણ થાય અને ટેકનોલોજી અને ઇનોવેશનન્સના વિવિધ ક્ષેત્રોમાં થતો ઉપયોગ સમજાવવાનો પણ ધ્યેય રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલના ભાગરૂપે ગુજરાતના 50 વિદ્યાર્થીઓનું પ્રતિનિધિમંડળ પણ તા. 22 થી 29 ઑક્ટોબર, 2026 દરમિયાન પંજાબની મુલાકાતે જશે. આ કાર્યક્રમ માટે પ્રાપ્ત થયેલી આશરે 5,000 અરજીઓમાંથી નિર્ધારિત પસંદગી પ્રક્રિયા દ્વારા 50 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના વિદ્યાર્થીઓના આ પ્રવાસ માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER), મોહાલીને નોડલ સંસ્થા તરીકે કાર્ય કરશે.


















Recent Comments