સાયકલવીર બાબુભાઈ મેઘજીભાઈ ગોહિલ.. છેલ્લા પચ્ચીસ વર્ષથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાની જેસર રોડ પર આવેલ શાળામાં વિદ્યાર્થીઓ, વાલીવર્ગ, કર્મચારીઓ તથા મેનેજમેન્ટ સાથે એકમેક થઈને પોતાનું વિદ્યાદાન સેવા પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી ફરજ બજાવતા જોવા મળે છે. કડકડતી ઠંડી હોય કે બારે મેચ ખાંગા દરેક પરિસ્થિતિમાં બાબુભાઈ માટે પરિવહનનું એક જ માધ્યમ છે અને એ તેની લાડકી અને માનીતી સાયકલ. પોતાની ફરજ પર જવા માટે લગભગ ચારેક કિલોમીટરનું અંતર નિયમિત સાયકલ દ્વારા કાપીને જતા જોવા મળે છે. બાબુભાઈનો એક જ સંદેશ છે આ બદલતી પર્યાવરણીય પેટર્નને ખાળવા પર્યાવરણને શુધ્ધ કરવા તથા પોતાના શારીરિક આરોગ્યને સ્વાસ્થ્યપ્રદ રાખવા માટે શહેરની સફરમાં તો સાયકલ સવારીનો પ્રયોગ કરો.. આમ તો ખૂબ નાનપણથી જ તેનો સાયકલ પ્રત્યેનો અગાધ પ્રેમ છે એટલે હવે મિત્રો અને શુભચિંતકો બાઈક વસાવવાની સલાહ આપે છે પરંતુ પોતે પોતાના સાયકલ સવારીનો પ્રેમ છોડી શકે તેમ નથી તેવી વાત તેમણે સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી સાથેની એક મુલાકાતમાં પણ સ્પષ્ટપણે જણાવી હતી.
સાવરકુંડલાના સાયકલવીર એટલે બાબુભાઈ મેઘજીભાઈ ગોહિલ..


















Recent Comments