દામનગર શહેર ની નગરપાલિકા કચેરી એ શહેરી વિકાસ વિભાગ ની કરોડો ની ગ્રાન્ટ ડમ્પીગ સાઈડ માં રિસાયલીગ પ્લાન્ટ માં વાપરી દામનગર થી રાભડા- ભટવદર તરફ જતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ કાંઠે કચરા ના નિકાલ માટે બનાવેલ ડમ્પીગ સાઈડ ખૂબ કચરા ના ઉપદ્રવ નું કારણ બની રહ્યું છે એકબાજુ ગામડા ને પર્યાવરણ ની દ્રષ્ટિ એ શ્રેષ્ટ હવા પાણી માટે આદર્શ ગણવામાં આવે છે પણ દામનગર શહેર થી બહાર કરોડો ના ખર્ચે બનાવેલ ડમ્પીગ સાઈડ ગામડા જેવા નાના ગામ માટે મોટી સમસ્યા બની રહી છે ૨૪ કલાક અવિરત કાળા ડિબાંગ ધુવાડા ના ગોટે ગોટા ગામડે રહેતા વૃદ્ધ વડીલો માટે સમસ્યા નું કારણ બની રહ્યું છે ત્યારે પર્યાવરણ જાળવણી માટે પ્રદુષણ નિયમન માટે કાયદો ભલે ગમે તે કહે પણ પાલિકા તંત્ર દ્વારા ચાલતા પ્રદુષણ સામે કોની વિસાત છે કોઈ તપાસ કરે ? વિકાસ સામે બોલાય ?
પ્રદુષણ નિયમનનો કાયદો ભલે ગમે તે હોય પણ પાલિકા ની ડમ્પીગ સાઈડના ધુવાડાથી રાભડા ગામ પરેશાન

















Recent Comments