ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા આજ રોજ રાષ્ટ્રીય ગ્રાહક સપ્તાહ અંતર્ગત રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી સંદર્ભે અહીં મહિલા અધ્યાપન મંદિર અને શ્રી એસ. વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા તોલમાપ અધિકારી શ્રી બારૈયા સાહેબ, સાવરકુંડલા તાલુકા તોલમાપ ઈન્સ્પેક્ટર શ્રી પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ ભવ્ય રીતે ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી. આમ તો આ સપ્તાહ દરમિયાન સાવરકુંડલાની અનેક શાળાઓમાં ગ્રાહક સુરક્ષા જાગૃતિ સેમિનારો પણ યોજવામાં આવેલ જેમાં સાવરકુંડલા શાળા નંબર ૫, શાળા નંબર ૧ નર્સિંગ કોલેજ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંચાલિત ઉડાન સાયન્સ સ્કૂલ, મહુવા રોડ ખાતે આવેલ આઈટીઆઈ સાવરકુંડલા રેલવે સ્ટેશન પર પણ પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું, મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલા, અંતમા સમાપન કાર્યક્રમ મહિલા અધ્યાપન મંદિર તેમજ શ્રી એસ. વી દોશી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે પૂર્ણાહુતિ કાર્યક્રમ સાથે ગ્રાહક જાગૃતિ લાવવા માટે અથાગ પ્રયત્નો કરીને સમાપન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રેસિડેન્ટ રમેશભાઈ હીરાણી, કન્વીનર રવિભાઈ મહેતા, પત્રકાર બિપીનભાઈ પાંધી, વગેરે દ્વારા આ ઝૂંબેશને સઘન સ્વરૂપ આપીને ગ્રાહક સુરક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓનું તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન તમામ શાળાના પ્રિન્સિપાલ સાહેબ શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીભાઈઓ બહેનોએ ગ્રાહક સુરક્ષા સંબંધિત અધિકારો અને છેતરપિંડીથી બચવાના ટીપ્સ તેમજ ગ્રાહકને સ્પર્શતા તમામ મુદ્દાઓથી માહિતગાર કરવામાં આવેલ. એકંદરે આ સપ્તાહ ગ્રાહક સુરક્ષા સંબંધિત સેમિનારોથી સભર રહ્યું
ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક જાગૃતિ સપ્તાહ અંતર્ગત રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી સાથે સપ્તાહ સમાપન થયું

















Recent Comments