અમરેલી

દામનગર નવજ્યોત વિધાલય ખાતે પરમાર્થ નિ:શુલ્ક કન્યા છાત્રાલયમાં વાલી મીટિંગ યોજાઈ

દામનગર પરમાર્થ નિ:શુલ્ક કન્યા છાત્રાલયમાં વાલી મીટિંગ યોજાઈ નવજ્યોત વિદ્યાલય, દામનગર સંચાલિત પરમાર્થની ભાવનાથી ચાલતા કન્યા છાત્રાલયમાં તા.૨૧/૧૨/૨૫ રવિવારના રોજ વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં છાત્રાલયના સંચાલક બટુકભાઈ શિયાણી, પ્રિન્સિપાલ  વિપુલભાઈ વોરા, ટ્રસ્ટી શંભુભાઈ ડોંડા, શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીનીઓ દ્વારા વાલી પૂજન સાથે કરવામાં આવી હતી, જેમાં વાલીઓ પ્રત્યે આદર અને સંસ્કારની ભાવના વ્યક્ત કરવામાં આવી. 

ત્યારબાદ વિદ્યાર્થીનીઓ દ્વારા શ્રીમદ ભગવદ ગીતા ના ૧૫ મા અધ્યાયનું પાઠન કરવામાં આવ્યું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભાવસભર અને આધ્યાત્મિક બન્યું હતું.આ પ્રસંગે વિશેષરૂપે વાલીઓ દ્વારા છાત્રાલયના સંચાલક બટુકભાઈ શિયાણી, પ્રિન્સિપાલ વિપુલભાઈ વોરા તથા ટ્રસ્ટી  શંભુભાઈ ડોંડા નું સન્માન કરવામાં આવ્યું હતું. વાલીઓએ છાત્રાલયમાં આપવામાં આવતી શૈક્ષણિક, સંસ્કારિક તથા શિસ્તબદ્ધ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. આ વાલી મીટિંગ દ્વારા શાળા, છાત્રાલય અને વાલીઓ વચ્ચે સંવાદ અને સહકાર વધુ મજબૂત બન્યો હોવાનું જણાયું હતું. કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળ રીતે સંપન્ન થયો હતો.

Related Posts