અમરેલી

સી.આઇ.ડી. ક્રાઇમ સુરત ઝોન પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ
નાઓએ નાઓએ અમરેલી જીલ્‍લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની
ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ
કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી વી. એમ.
કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સુરત શહેર સી.આઇ.ડી.
ક્રાઇમ સુરત ઝોન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૧૦૧૬૨૦૦ ૦૦૮/૨૦૨૦, ઇ.પી.કો.
કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબના કામનો
આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતો હોય, મજકુર
નાસતા ફરતા આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી
પાડવામાં આવેલ છે.
 પકડાયેલ આરોપીની વિગતઃ-

હર્ષદભાઇ હીંમતભાઇ કાછડીયા, ઉ.વ.૪૪, રહે.સુરત, કામરેજ, પાછોદરા, બી
– ૫૦૨ ચીત્રકુટ રેસીડન્સી, સુરત શહેર. મુળ રહે.ગાધકડા, તા.સાવરકુંડલા,
જિ.અમરેલી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત
સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ
ઇન્‍સ.શ્રી વી.એમ.કોલાદરા તથા હેડ કોન્‍સ. દશરથસિંહ સરવૈયા, મહેશભાઇ
રાઠોડ તથા પો.કોન્સ. પરેશભાઇ દાફડા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts