અમરેલી

લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૧ જાન્યુઆરીએ યોજાશે : તા.૧૦ જાન્યુઆરી સુધીમાં પ્રશ્નો રજૂ કરવા

 લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૧૦ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૦૦ કલાક સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મોકલવી. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું, તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts