અમરેલી

રાજુલા વિસ્તારમાં નેશનલ હાઈવે પર માર્ગ  વિવિધ વિભાગોના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી

જિલ્લા  કલેક્ટરશ્રીના સૂચન અનુસાર તા. ૧૦ જુલાઈ૨૦૨૬ના રોજ રાજુલા તાલુકાના કથીવદરવિસળીયા અને હિંડોરાણા ગામને જોડતા નેશનલ હાઈવે પર માર્ગ સલામતીના વિવિધ મુદ્દાઓને લઈ સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા સંયુક્ત સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.

સ્થળ મુલાકાત દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અધિકારીઓનાયબ પોલીસ અધિક્ષક (DYSP), રાજુલા મામલતદારશ્રીરાજુલા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીજિલ્લા ટ્રાફિક પોલીસ અધિકારી તથા આર.ટી.ઓ.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્થળ નિરીક્ષણ દરમિયાન કથીવદરવિસળીયા અને હિંડોરાણા ગામ માટે સર્વિસ રોડની આવશ્યકતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ત્રણેય ગામ માટે સર્વિસ રોડના નિર્માણ માટે જરૂરી જમીન સંપાદનની કામગીરી મામલતદારશ્રીના સંકલનથી NHAI દ્વારા હાથ ધરવામાં આવશે.

માર્ગ સલામતીને વધુ સુદ્રઢ બનાવવા સર્વિસ રોડનું નિર્માણ થાય ત્યાં સુધી કેનેક્ટિંગ રોડ પર સ્પીડ બ્રેકર તથા નેશનલ હાઈવે પર રમ્બલ સ્ટ્રીપ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરાંત જ્યાં ગામના રસ્તાઓ નેશનલ હાઈવે સાથે જોડાય છે તેવા સ્થળોએ અંદાજે ૧૦૦ મીટર અગાઉથી માર્ગદર્શક સૂચના ફલકો મૂકવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સ્થળ મુલાકાત દરમિયાન વર્ષ દરમિયાન વધુ અકસ્માતો નોંધાતા ત્રણ સ્થળોએ હાઈ માસ્ટ લાઈટ સ્થાપિત કરવા અંગે પણ નિર્ણય લેવાયો હતોજેથી વાહનચાલકોને રાત્રિના સમયે વધુ સુરક્ષા મળી રહે.

આ ઉપરાંત નેશનલ હાઈવે પરના અનધિકૃત દબાણોલારીઓગલ્લાઓ તેમજ અન્ય અવરોધો દૂર કરવાઅનધિકૃત ડિવાઈડર કટ બંધ કરવા તેમજ ગેરકાયદેસર કટ દૂર કરવા માટે સંબંધિત વિભાગો દ્વારા નિયમિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સ્થળ મુલાકાત દરમિયાન અધિકારીઓએ માર્ગ સલામતીના વિવિધ પાસાઓનું નિરીક્ષણ કરી અકસ્માત નિવારણ માટે જરૂરી પગલાં ઝડપી અમલમાં મૂકવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.તેમ સહાયત પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીઅમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts