કમિશ્નર શ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના ઉપક્રમે ગુજરાત રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે સાગરખેડૂ સાયકલ રેલીનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. દર વર્ષે આ રેલી યોજાઈ છે. આ વર્ષે ૭ દિવસ માટે સાગરખેડૂ સાયકલ રેલી યોજાશે.
આ રેલીમાં જોડાવા ઈચ્છુક યુવક-યુવતીઓ કે જેમની ઉંમર ૩૧.૧૨.૨૦૨૫ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની હોય તેઓ ભાગ લઈ શકે છે. ભાગ લેનારે કચેરી બ્લોગ પોસ્ટ dydoamreli.blogspot.com પરથી અથવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી,બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક સી, રૂમ નં. ૧૧૦,૧૧૧ અમરેલી ખાતેથી ફોર્મ મેળવવાના રહેશે અને તા. ૨૦.૦૧.૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે. અરજીમાં નામ-સરનામું, મોબાઈલ નં. જન્મ તારીખ, વ્યવસાય અથવા શૈક્ષણિક લાયકાત, એન.સી.સી, પર્વતા રોહણ, રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લીધો હોય તે સહિતની વિગતો, પાસપોર્ટ ફોટો, ઓળખ કાર્ડ સહિતની વિગતો જોડવાની રહેશે. પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા યુવક યુવતીઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલ યુવક યુવતીઓને ફોન દ્વારા જાણ કરવામાં આવશે. વધુ વિગતો માટે ફોન નં. ૦૨૭૯૨-૨૨૩૬૩૦ પર સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.


















Recent Comments