ભાવનગર

તળાજા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૮ ને બદલે તા.૨૧ જાન્યુઆરીના રોજ યોજાશે

તળાજા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ તા. ૨૮/૦૧/૨૦૨૬ ને બદલે તા.૨૧/૦૧/૨૦૨૬
(બુધવાર) ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મામલતદા૨ કચેરી, તળાજા ખાતે પ્રાંત અધિકારી અધ્યક્ષશ્રી, તળાજાના
અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.
અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તા.૧૨/૦૧/૨૦૨૬ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં
આવેલ છે. પ્રશ્નો રજૂ કરવા માટે જે-તે અરજદારે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે
મામલતદારશ્રી, તળાજા ને પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા નીતિ વિષયક બાબતો સિવાયની અરજી સ્વીકારવામાં આવશે તેમજ
અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરવાની રહેશે. સામૂહિક રજૂઆત કરી શકાશે નહીં
તેમ તળાજા મામલતદારશ્રી ની યાદીમાં જણાવેલ છે.

Related Posts