દામનગર ના શાખપુર ગામે આવેલ પદ્મશ્રી ડૉ.જગદીશ ત્રિવેદી સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકાલય ને મર્હુમ સલીમભાઈ મલેક પરિવાર દ્વારા ૧૧.૧૧૧ ભેટ અર્પણ કરાય પોસ્ટ વિભાગ માં ફરજ બજાવતા યુવાન
મર્હુમ સલીમભાઈ કાસમભાઇ મલેક ની પૂણ્યસ્મૃતિ માં પરમ વંદનીય સંત શ્રી પૂજ્ય જશુબાપુ- શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ના મહંત હિપાવડલી ના વરદહસ્તે પુસ્તકાલય ને આર્થિક સહયોગ આપી ઉમદા ઉદારણ પૂરું પાડતા મુસ્લિમ પરિવારે સદગત મર્હુમ સલીમભાઈ કાસમભાઇ મલેક ના સંતાનો ખૂશી, તમન્ના, સનિયા અને અરમાન સલીમભાઈ મલેક – શાખપુર ની ઉપસ્થિતિ માં ૧૧.૧૧૧ રૂપિયા ની ભેટ પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકાલય-શાખપુર અર્પણ કરી વિચારો થી ઉન્નત પરિવારે સુંદર સંદેશ આપ્યો હતો પુસ્તકાલયો ઉત્તમ કેળવણી આપી શકે છે અન્નદાન થી પણ ચડિયાતું વિદ્યાદાન છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે

















Recent Comments