સાવરકુંડલા સ્થિત કે.કે. મહેતા સરકારી હોસ્પિટલે તબીબી ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમે ૯૩ વર્ષની જૈફ વયના વૃદ્ધાના ડાબા થાપાનો ગોળો બદલાવવાનું અત્યંત જોખમી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને સરકારી હોસ્પિટલો પ્રત્યે જનતાનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.મોટા ઝિંઝુડા ગામના રહેવાસી ૯૩ વર્ષીય જીવુબેનને થાપાનો ગોળો ફાટી જવાની ગંભીર ઈજા સાથે ઇમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. દર્દીને છેલ્લા ૧૦ વર્ષથી હૃદય સંબંધિત અને હાઈપર ટેન્શન જેવી ગંભીર સમસ્યાઓ હોવાથી ઓપરેશન અત્યંત જોખમી હતું. જોકે, ફિઝિશ્યન ડો. દેવાંશી પટેલ દ્વારા હાઈ રિસ્ક ફિટનેસ મળ્યા બાદ, ઓર્થોપેડિક સર્જન ડો. નિર્માણ લુણાગરીયા અને એનેસ્થેસ્ટિક ડો. દિનેશ સોલંકીની ટીમે આ પડકાર ઝીલી લીધો હતો. નર્સિંગ સ્ટાફના સહયોગથી આ ઓપરેશન સફળ રહ્યું છે અને હાલ દર્દી સ્વસ્થ છે.
હોસ્પિટલમાં નવનિયુક્ત ઓર્થોપેડિક સર્જન ડો. નિર્માણ લુણાગરીયાએ હાજર થયાના માત્ર ૧૫ દિવસમાં જ અંદાજે ૧૨ થી ૧૫ જેટલા નાના-મોટા સફળ ઓપરેશનો કરીને સ્થાનિક દર્દીઓને ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચમાંથી મુક્તિ અપાવી છે.
અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ
અધિક્ષક ડો. વિવેક તરસરીયા અને આર.એમ.ઓ. ડો. હીમા ચૌહાણના કુશળ માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં અનેક સેવાઓ કાર્યરત છે:
બાળ રોગ નિષ્ણાંત ડો. ઇબ્રાહિમ લક્ષમીધર દ્વારા નવજાત શિશુઓની સારવાર અને અદ્યતન NICU (ઘનિષ્ઠ સારવાર વિભાગ)ની સુવિધા.
રસીકરણ. દર સોમવાર અને ગુરુવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦દાંતના વિભાગમાં ડો. વિવેક તરસરીયા અને ડો. માલવીકા ચૌધરી, તેમજ માનસિક રોગના નિષ્ણાંત ડો. નિધિશ કક્કડની સેવાઓ ઉપલબ્ધ છે.
24×7 ઈમરજન્સી, ડાયાલીસીસ, ફિઝિયોથેરાપી, લેબોરેટરી, એક્સ-રે, આંખનો વિભાગ અને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મફત સારવાર.
પેટા-જિલ્લા કક્ષાની આ હોસ્પિટલમાં મળી રહેલી આવી ઉચ્ચ કક્ષાની સુવિધાઓ અને તબીબોના સેવાભાવી અભિગમની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.


















Recent Comments