અમરેલી

આઈ.ટી.આઈ. રાજુલા ખાતે ૩૧ જાન્યુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજુલા દ્વારા આગામી તા. ૩૧ .૦૧.૨૦૨૬ રાજ્ય સરકારના માર્ગદર્શન અને  કુશળતા વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુસર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), રાજુલા ખાતે ૧૦:૩૦ કલાકે રોજગાર  ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં વિઠ્ઠલાપુર અમદાવાદ સ્થિત મોટરસાઇકલ અને સ્કૂટર બનાવતી પ્રતિષ્ઠિત કંપની દ્વારા ભાગ લેવામાં આવશે. જેમાં  ધો. ૧૦ પાસ ભાઈઓ માટે આઈ.ટી.આઈ.ના ફિટર, વેલ્ડર, ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ તથા બહેનો માટે ધો. ૧૦ પાસની શૈક્ષણિક લાયકાત અથવા ITI COPAની લાયકાત ધરાવતા ૧૮થી૨૬ વર્ષના ઉમેદવારો માટે તક છે.  .

કંપનીના નિયમો અનુસાર ઉમેદવારોને રૂપિયા ૨૦,૬૩૧ (CTC) જેટલો પગાર તથા હોસ્ટેલ, સ્ટાફ બસ વગેરે જેવી અન્ય સુવિધાઓ સાથે ઓફર કરવામાં આવશે. તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાજુલાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts