ભાવનગર

ગોંડલ નજીક અકસ્માતમાં માર્યા ગયેલા શિક્ષકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં રહેતાં શિક્ષિકા આશાબહેન ચૌધરી અને તેમના સાથી અન્ય બે શિક્ષકોનાં ગોંડલ નજીક અકસ્માતમાં મોત નિપજયા છે. મળતી માહિતી મુજબ છોટાઉદેપુરના શિશિક્ષિકા આશાબહેન નો પુત્ર ગોંડલ પાસે અભ્યાસ કરતો હતો અને તે બિમાર પડતાં તેને તેડવા અન્ય શિશિક્ષકોને સાથે લઈ કાર દ્વારા ગોંડલ આવી રહ્યાં હતા તે દરમિયાન વહેલી સવારે તેમની કાર પુલ પરથી નીચે પડતાં ત્રણેય વ્યક્તિ ના કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા તેઓનાં બેક એકાઉન્ટમાં પહોચતી કરાશે. 

            અકસ્માતની અન્ય ધટનામાં ઉધમપુર નજીક બસ અકસ્માતમાં એક જવાન શહીદ થયા હતા અને અન્ય ત્રણ મુસાફરોના મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ સહાયતા રાશિ અર્પણ કરી છે. બગસરા નજીક બે મોપેડ સામ સામે ભટકાતા થયેલ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે તેમને પણ રુપિયા ૩૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.તેમ મહુવાથી જયદેવ માંકડની યાદીમાં જણાવ્યું છે.

Related Posts