કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી તેમજ યાત્રિકોની સુવિધા, સુરક્ષા, સલામતી અને સગવડ ધ્યાને
લેતા ગિરિરાજ ઉપર જતી ડોળીઓની એક જ સ્થળેથી નોંધણી થાય તે ઉચિત જણાતાં ભાવનગર જિલ્લાના
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ તા.૨૭/૦૮/૨૦૨૬ થી તા.
૨૫/૦૯/૨૦૨૬ સુધી ડોળી લેબર યુનિયન ગ્રામ્ય-સીટી પાલીતાણા ઉપરાંત જૈન તીર્થ રક્ષા ટ્રસ્ટ,
અમદાવાદ સિવાય અન્ય કોઈ દ્વારા ગિરિરાજ ઉપર જતી ડોળીઓની નોંધણી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો
છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા
થશે.
“જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલ ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઇપણ
હેડકોન્સ્ટેબલથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા અધિકારીને અધિકાર રહેશે.”
ડોળી લેબર યુનિયન ગ્રામ્ય-સિટી પાલીતાણા અને જૈન તીર્થ રક્ષા ટ્રસ્ટ, અમદાવાદ સિવાય અન્ય કોઈ દ્વારા ગિરિરાજ ઉપર જતી ડોળીઓની નોંધણી પર પ્રતિબંધ















Recent Comments