ભાવનગર

ભાવનગર સાયકલ ક્લબ દ્વારા વિશ્વ કેન્સર દિવસ અંતર્ગત તા.૧ ફેબ્રુઆરી ના રોજ જનજાગૃતિ સાયકલ રાઇડ યોજાશે

વિશ્વ કેન્સર દિવસ અંતર્ગત સમાજમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભાવનગર સાયકલ ક્લબ દ્વારા ૧૨
કિમીની સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે તા.૪ ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકે
મનાવવામાં આવે છે જેથી તેના ભાગ રૂપે તા.૧ ફેબ્રુઆરી રવિવારના રોજ આ સાયકલ રાઇડનું આયોજન કરવામાં
આવ્યું છે.
આ સાયકલ રાઇડ વેલેન્ટાઇન સર્કલથી શરૂ થઈ પાણીની ટાંકી, જવેલ સર્કલ, નિલમબાગ સર્કલ, જશોનાથ,
ઘોઘા ગેટ, હાઈ કોર્ટ રોડ, ક્રેસન્ટ, ઘોઘા સર્કલ, રૂપાણી, આતાભાઇ અને સેન્ટ્રલ સોલ્ટ માર્ગે ફરી વેલેન્ટાઇન સર્કલે પૂર્ણ
થશે. રાઇડનું ફ્લેગ ઓફ સવારે ૭:૦૦ કલાકે વેલેન્ટાઇન સર્કલ પરથી કરવામાં આવશે.
રાઇડ પૂર્ણ કરનાર તમામ સભ્યોને ભાવનગર સાયકલ ક્લબ તરફથી ઈ-સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં
આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શહેરના નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવી, કેન્સર જેવા ગંભીર રોગ અંગે
જનચેતના ફેલાવવી તથા સાયકલિંગને દૈનિક જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રોત્સાહન આપવાનો છે. આ
જનહિતકારી કાર્યક્રમમાં જોડાવા માટે ભાવનગર સાયકલ ક્લબ દ્વારા શહેરના તમામ સાયકલપ્રેમી નાગરિકોને અપીલ
કરવામાં આવી છે.

Related Posts