પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં “વિકસિત ભારત – રોજગાર અને આજીવિકાની ગેરેંટી મિશન (ગ્રામીણ) બિલ સંસદમાં
પસાર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ્ય ક્ષેત્રે વસતાં શ્રમિકો માટે રોજગારીનું સર્જન થશે તેમજ ગામડે વસતાં
શ્રમિકોને સીધો લાભ પહોંચે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયે જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીની અધ્યક્ષતામાં જીલ્લા કક્ષાની કાર્યશાળાનું આયોજન
કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હીરપરા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં અને તેઓએ
“વીબી જીરામજી” યોજનાની માહિતી અપેક્ષિત આગેવાનોને આપી હતી.
આ મિશન માટે પહેલાં તાલુકા મથક અને ત્યાર બાદ ગ્રામ્ય સ્તર સુધી વિવિધ માધ્યમોથી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં
આવશે.
તા. 1 થી 7 ફેબ્રુઆરી સુધીમાં તાલુકા વાઈઝ કાર્યશાળા યોજાશે. જેમાં જીલ્લા ભાજપનાં આગેવાનો ભૂપેન્દ્રભાઈ બસિયા,
મેહુલભાઈ ધોરાજીયા, મનોજભાઈ મહીડા, દિપકભાઈ વઘાસિયા, ભાવનાબેન ગોંડલિયા, મનિષભાઈ સંઘાણી, મયુરભાઈ
માંજરિયા, શરદભાઈ પંડ્યા, મુકુંદભાઈ મહેતા, રાજુભાઈ ભુતૈયા, સુરેશભાઈ ગમારા, દિલીપભાઈ જોષી, અનિલભાઈ વેકરિયા,
વિપુલભાઈ ભટ્ટી, સાગરભાઈ સરવૈયિ, દિવ્યેશભાઈ વેકરિયા, ધર્મેશભાઈ વિસાવળિયા, કોમલબેન રામાણી વક્તા તરીકે વીબી
જીરામજી યોજનાની વાતને સરળ રીતે સમજાવશે.
આ કાર્યશાળામાં જીલ્લાનાં મંડલ પ્રમુખો-મહામંત્રીઓ, સહકારી આગેવાનો તેમજ યોજનાનાં પ્રચાર-પ્રસાર હેતુ નિમણૂંક કરવામાં
આવેલ ઈન્ચાર્જ ઉપસ્થિત રહ્યાં હતાં, જીલ્લા ઈન્ચાર્જ ભૂપેન્દ્રભાઈ બસિયા તેમજ સહ ઈન્ચાર્જ કેતનભાઈ ઠાંકેચા મંડલ સ્તરે
સંકલન કરી રહ્યાં છે તેમ જીલ્લા ભાજપની યાદીમાં જણાવ્યું છે.
અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલયે “વીબી જીરામજી” કાર્યશાળા યોજાઈ

















Recent Comments