ભાવનગર મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનરના માર્ગદર્શન હેઠળ ઈજનેરી અધિકારીઓ માટે સર્વાંગી ટેક્નિકલ તાલીમ કાર્યક્રમ
વિકાસકામોની ગુણવત્તા અને પારદર્શિતા વધારવા ટેક્નિકલ ક્ષમતાવર્ધન તાલીમ યોજાઈ
શહેરી વિકાસ વર્ષ–૨૦૨૫ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર ઝોન નગરપાલિકા કચેરી દ્વારા ઈજનેરી ક્ષમતાવર્ધન તાલીમ કાર્યક્રમ સફળ
પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, ભાવનગર ઝોન દ્વારા ભાવનગર ખાતે ભાવનગર અને અમરેલી જિલ્લાની ૧૬ નગરપાલિકાઓ તથા ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ માટે તબક્કાવાર તકનિકી વિષયક ક્ષમતાવર્ધન તાલીમ
ભાવનગર–અમરેલી નગરપાલિકાઓ માટે ટેક્નિકલ અપગ્રેડ કાર્યક્રમ
શહેર વિકાસ કાર્યો માટે ઈજનેરી સ્ટાફનું તબક્કાવાર તકનિકી સશક્તિકરણ
શહેરી વિકાસ વર્ષ–૨૦૨૫ અંતર્ગત ભાવનગર ઝોનમાં તબક્કાવાર ઈજનેરી ક્ષમતાવર્ધન તાલીમ શ્રેણી સફળ
શહેરી વિકાસ વર્ષ–૨૦૨૫ અંતર્ગત ભાવનગર ઝોનમાં ભાવનગર અને અમરેલી જિલ્લાની ૧૬ નગરપાલિકાઓ તેમજ ભાવનગર મહાનગરપાલિકાના ઈજનેરી અધિકારીઓ અને કર્મચારીઓ માટે સર્વાંગી તકનિકી ક્ષમતાવર્ધન તાલીમ શ્રેણી સફળતાપૂર્વક યોજાઈ હતી. શહેર વિકાસ કાર્યો વધુ ગુણવત્તાયુક્ત અને અસરકારક બને તે હેતુથી આ તાલીમ કાર્યક્રમ અમલમાં મુકાયો હતો.
આ કાર્યક્રમ ભાવનગર મ્યુનિસિપલ કમિશનર ડૉ. એન.કે. મીણા અને પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, ભાવનગર ઝોન ધવલ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ ભાવનગર મહાનગરપાલિકા તથા પ્રાદેશિક કમિશનર કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત થયો હતો. તાલીમનું આયોજન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
તાલીમ શ્રેણીમાં અંદાજપત્ર તૈયારી, ટેન્ડર પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણ (QC), સાઇટ સુપરવિઝન, પેવમેન્ટ ડિઝાઇન (Flexible/Rigid), વ્હાઇટ ટોપિંગ, ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ, ક્લાઈમેટ રિઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ જેવા મહત્વપૂર્ણ વિષયો આવરી લેવાયા હતા. નિષ્ણાત પ્રોફેસરો દ્વારા પ્રાયોગિક ઉદાહરણો અને કેસ સ્ટડી આધારિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લાના સરદારનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે વિવિધ તબક્કામાં યોજાયેલી આ તાલીમમાં અંદાજે ૭૬૦ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. તાલીમનો મુખ્ય હેતુ ઈજનેરી સ્ટાફને ચોકસાઈપૂર્ણ અંદાજપત્ર, ગુણવત્તા નિયંત્રણ અને અસરકારક ફિલ્ડ અમલીકરણ માટે વધુ સક્ષમ બનાવવાનો રહ્યો હતો, જેથી વિકાસકામોમાં ગુણવત્તા, પારદર્શિતા અને ખર્ચ અસરકારકતા વધે.
આ પ્રકારની તાલીમથી નગરપાલિકાઓમાં તકનિકી નિર્ણય ક્ષમતા મજબૂત બનશે અને વિકાસકામોની ગુણવત્તા, સમયબદ્ધતા તથા ખર્ચ અસરકારકતા વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ નગરપાલિકા તથા ઈજનેરી સ્ટાફને સરકારી વિકાસકામોની યોજના, અંદાજપત્રની ચોકસાઈપૂર્વક તૈયારી, કાર્ય દરમિયાન ગુણવત્તા નિયંત્રણ અને સાઇટ પર અસરકારક દેખરેખ માટે જરૂરી તકનિકી તથા પ્રાયોગિક જ્ઞાનથી સજ્જ કરવાનો રહ્યો હતો.
શહેરી વિકાસ વર્ષ–૨૦૨૫ અંતર્ગત યોજાયેલી તાલીમ શ્રેણી હેઠળ તારીખ ૧૨/૦૧/૨૦૨૬ થી ૨/૨/૨૦૨૬ દરમ્યાન ૮ દિવસોએ વિવિધ વિષયો ઉપર તાલીમ યોજવામાં આવેલ. જેમાં તા. ૧૨/૦૧/૨૦૨૬ના રોજ ટેન્ડર તૈયારી, તા. ૧૩/૦૧/૨૦૨૬ના રોજ અંદાજપત્ર તૈયારી, QC અને દેખરેખ, તા. ૧૯/૦૧/૨૦૨૬ અને ૨૦/૦૧/૨૦૨૬ના રોજ પેવમેન્ટ ડિઝાઇન (Flexible/Rigid) તથા વ્હાઇટ ટોપિંગ, તા. ૨૭/૦૧/૨૦૨૬ના રોજ ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ, તા. ૩૧/૦૧/૨૦૨૬ અને ૦૧/૦૨/૨૦૨૬ના રોજ ક્લાઈમેટ રિઝિલિયન્સ અને તા. ૦૨/૦૨/૨૦૨૬ના રોજ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઓપરેશન અને મેનેજમેન્ટ અંગેની તાલીમો યોજવામાં આવેલ.


















Recent Comments