અમરેલી

ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે શેડુભાર મુકામે કોઝ વે પર બોક્ષ કલવર્ટ કામીગીરનું ખાતમુહૂર્ત

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ કાયદો અને ન્યાય રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલી તાલુકાના શેડુભાર મુકામે શુક્રવારે હયાત કોઝ વે પર બોક્ષ કલવર્ટની કામગીરીનો શુભારંભ થયો હતો. ટોડા જરખીયા-અડતાળા-ખીજડીયા-શેડુભાર રોડ પર શેડુભાર ગામમાંથી પસાર થતા કોઝ વે પર આશરે રૂ. ૫૬.૬૦ લાખના ખર્ચે ખાનાવાળા બોક્ષકલવર્ટની કામગીરી માર્ગ મકાન વિભાગ રાજ્ય દ્વારા કરવામાં આવશે.

શેડુભાર ગામમાં સ્થાનિકોની માંગણી મંજૂર થતા રાજ્યમંત્રીશ્રીના હસ્તે હયાત કોઝ-વેની જગ્યાએ ૦૬ જગ્યાએ ૨.૦૦ મીટર પહોળાઈ અને ૨.૦૦ મીટરની ઉંચાઈના ખાનાવાળા બોક્ષકલવર્ટ મૂકવામાં આવશે. જેના લીધે ચોમાસામાં પાણી ઓવરટેપીંગ થવાના સંજોગોમાં પણ આવનજાવન શરૂ રહેશે અને ગામમાંથી પસાર થતી નદીમાંથી સરળતાથી રસ્તો પસાર કરી શકાશે.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ ગુણવત્તાયુક્ત કામ થાય તે સુનિશ્ચિત કરવા માર્ગ મકાન વિભાગ રાજ્યના અધિકારીશ્રી તેમજ કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી તેમજ ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. ગામના સરપંચ સહિતના મહિલા અગ્રણીઓના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુંત્યારબાદ મંત્રીશ્રીનો સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts