અમરેલી

અમરેલીમાં દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધા માટે જિલ્લા કક્ષાની બેટરી ટેસ્ટનું આયોજન

અમરેલી જિલ્લાના ખેલ મહાકુંભ ૨૦૨૫માં અંડર – ૦૯ અને અંડર-૧૧ તાલુકા કક્ષાની ૩૦ મીટર દોડ૫૦ મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધાઓના ૧ થી ૮ વિજેતા ભાઈઓ-બહેનો જિલ્લા કક્ષાએ બેટરી ટેસ્ટ આપી શકશે.

તાલુકા કક્ષાએ બેટરી ટેસ્ટમાં પસંદગી પામેલા ખેલાડીઓની જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટનું અમરેલી સરદાર પટેલ રમત સંકુલ (ગોળ દવાખાનાની બાજુચિતલ રોડ) ખાતે અંડર – ૦૯ અને ૧૧ ભાઈઓ માટે તા.૧૦-૦૨-૨૦૨૬ના તથા અંડર-૦૯ અને અંડર-૧૧  બહેનો માટે તા.૧૧-૦૨-૨૦૨૬ના રોજ સવારે ૬.૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

આમ ૧ થી ૮ ક્રમમાં પસંદગી પામેલ ખેલાડીઓએ જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટ માટે આધાર કાર્ડ અને સ્કૂલ આઈ.ડી સાથે સ્વખર્ચે સ્પર્ધા સ્થળ ખાતે ઉપસ્થિત રહેવું.

રાજ્ય સરકારના રમતગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત આગામી શૈક્ષણિક વર્ષના સમયગાળા દરમિયાન યોગ્યતા ધરાવતા ખેલાડીઓની પસંદગી કરવાની રહે છેજેના માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છેતેમ અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts