અમરેલી

સાવરકુંડલામાં જોષી પરિવાર દ્વારા યજ્ઞોપવીત સંસ્કારનું ભવ્ય આયોજન

સાવરકુંડલા ખાતે જોષી પરિવાર દ્વારા હિન્દુ ધર્મના ૧૬ સંસ્કારોમાંના અત્યંત મહત્વપૂર્ણ એવા યજ્ઞોપવીત (ઉપનયન) સંસ્કાર પ્રસંગનું સુંદર અને ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપનયન એટલે કે અંતઃચક્ષુ ખોલવાની વિધિ. આ પવિત્ર પ્રસંગે હિતેશભાઈ જોષીના પુત્રો ચિ. મિહિર તથા ચિ. ધ્યેય એ જનોઈ ધારણ કરી આધ્યાત્મિક માર્ગે ડગ માંડ્યા હતા.

​તારીખ ૬-૨-૨૬ના રોજ યોજાયેલા આ પ્રસંગે વિવિધ મંદિરોના સંતોએ પધારીને બંને બટૂકોને આશીર્વાદ આપ્યા હતા. જેમાં:

​વાકુનીધાર મંદિરના મહંત શ્રી કરુણાનિધાન બાપુ

​ટપકેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી વિમળાનંદ બાપુ

​માનવ મંદિરના શ્રી ભક્તિરામ બાપુ

​સ્વામિનારાયણ ગુરુકુળના અક્ષર મુક્ત પ્રસાદદાસજી સ્વામી

​અમૃતવેલ મંદિરના શ્રી રાજુભાઈ

​આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, પૂર્વ સાંસદ  નારાયણભાઈ કાછડીયા, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ , રાજકીય અગ્રણી  ચંદ્રેશભાઇ રવાણી, અશોકભાઈ ચાવ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી મહેન્દ્રભાઈ વિંછીયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી.

​જોષી પરિવાર દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો

​આ શુભ પ્રસંગે રતિભાઈ જોષી, હિતેશભાઈ જોષી અને પિયુષભાઈ જોષી સહિત સમગ્ર જોષી પરિવારે પધારેલા તમામ રાજકીય આગેવાનો, સંતો-મહંતો, સ્નેહીજનો અને મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ધાર્મિક પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન થયેલા આ પ્રસંગે આનંદ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.

Related Posts