ભાવનગર તાલુકાનો ફેબ્રુઆરી-૨૦૨૬ના માસનો મુખ્યમંત્રીશ્રી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું
આયોજન આગામી તારીખ ૨૫/૦૨/૨૦૨૬, ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા મામલતદાર કચેરી,
આઈ.ટી.આઈ.વાળો ખાંચો, વિદ્યાનગર, ભાવનગર ખાતે કલેક્ટરશ્રી, ભાવનગરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું છે.
ભાવનગર તાલુકાના પ્રજાજનોને ગ્રામ્યકક્ષાના સરકારી વિભાગોમાં પડતર હોય તેવા વ્યક્તિગત પ્રશ્નો માટે
સંબંધિત તલાટી-કમ-મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો હોય તે તારીખ ૧૦/૦૨/૨૦૨૬ સુધીમાં મામલતદાર,
ભાવનગર (ગ્રામ્ય), ભાવનગરની કચેરીને સાદી અરજીમાં બે નકલમાં પહોંચાડી આપવા મામલતદાર, ભાવનગર
(ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે.
ભાવનગર ગ્રામ્યનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ ફેબ્રુઆરીના યોજાશે




















Recent Comments