અમરેલી

સાવરકુંડલામાં ૫૧ નવદંપતીઓના સમૂહ લગ્ન અને સેવાનો ત્રિવેણી સંગમ

સાવરકુંડલા શહેરમાં આવેલ કેવડા પરા વિસ્તારમાં નાના ઝીંઝુડાના મોમાઈ મંદિરના મહંત શ્રી મસાપીર બાપુના દિવ્ય માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રસંગમાં ૫૧ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. 

 આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને નવો સંસાર શરૂ કરવા માટે જરૂરી તમામ નાની-મોટી ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

​આ પ્રસંગે ૨૦ હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો, જેના મુખ્ય દાતા મહંત શ્રી મસાપીર બાપુ રહ્યા હતા. લગ્નોત્સવની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

​આ પ્રસંગે અનેક સંતો-મહંતો અને સામાજિક-રાજકીય અગ્રણીઓએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

​વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન થયા બાદ બપોરે દીકરીઓની વિદાય વેળાએ વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું.

​આયોજક સમિતિ અને સ્વયંસેવકોની રાત-દિવસની જહેમતને કારણે આ કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. જરૂરિયાતમંદ પરિવારોની સેવાનો આ યજ્ઞ સમગ્ર પંથકમાં પ્રશંસાનું કેન્દ્ર બન્યો છે.

Related Posts