અમરેલી

કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત “ફાઇનાન્સિયલ સપોર્ટ ફોર અર્લી સ્ટેજ એન્ટરપ્રેન્યોર્સ” વિષય પર એક દિવસીય કાર્યશાળાનું આયોજન થયું.

અમરેલી: શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે ચાલતા ઇનોવેશન ક્લબ અંતર્ગત આજરોજ સારથી એક્ટિવિટી સ્ટેજ ૦૨ અન્વયે “ફાઇનાન્સિયલ સપોર્ટ ફોર અર્લી સ્ટેજ એન્ટરપ્રેન્યોર્સ” વિષય ઉપર એક દિવસીય કાર્યશાળાનું આયોજન ઇનોવેશન ક્લબ કોઓર્ડીનેટર ડો. એ. બી. ગોરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. નવું ધંધાકીય સાહસ શરૂ કરવા માટે ફાઇનાન્સિયલ સપોર્ટ કેવી રીતે મેળવી શકાય અને બેંક તેના માટે ક્યાં ઉપયોગી થઈ શકે તેના વિશેની માહિતી આપવા માટે શ્રી પિયુષભાઈ શાહ, એસ.બી.આઇ. લીડ બેંક મેનેજર, ઉપસ્થિત રહ્યા હતા તથા એન્ટરપ્રેન્યોર્સ માટે સરકારશ્રી દ્વારા નાણાકીય સહાય માટેની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવા માટે ડીસ્ટ્રીક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર (DIC)માંથી શ્રી હમરાજભાઈ જેતપુરા તથા શ્રી સાગરભાઇ અમરેલીયા પધાર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત ત્રણેય મહાનુભાવોનું હાર્દિક સ્વાગત ડો. એ. બી. ગોરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રણેય મહાનુભાવોએ વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ વિશેની તલસ્પર્શી માહિતી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફિણવીયા, સિનિયર પ્રા. ડો. એ. જી. પટેલ, ડો. એમ. એમ. પટેલ અને પ્રો. જે. એમ. તળાવીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી રાખવામાં આવેલ અને સાચો જવાબ આપનાર વિદ્યાર્થીને ઇનામ પણ આપવામાં આવ્યું હતું. પ્રો. જે. એમ. તળાવીયા દ્વારા મહાનુભાવોનો આભાર વ્યક્ત કરીને વર્કશોપ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખશ્રી અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્ન દ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી મનસુખભાઈ ધાનાણી, શ્રી ચતુરભાઈ ખુંટ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Posts