અમરેલી

અમરેલી જીલ્લા દામનગર શહેર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કવિ સંમેલનો યોજાશે

//વિશ્ર્વ માતૃભાષા દિન નિમિત્તે ‘મળી માતૃભાષા મને ગુજરાતી’ શિર્ષક  હેઠળ આયોજન//

//-કવિશ્રી જે.પી.ડેર, શશિભાઈ  રાજ્યગુરુ ‘હેમાળવી, પંકજ ચૌહાણ તેમની રચનાઓ રજુ કરશે.//

//પુસ્તકાલય પ્રવૃતિ ને સમર્પિત નટુભાઈ ભાતિયા નું વિશેષ સન્માન

//ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ- 26 અંતર્ગત  માતૃભાષા સાપ્તાહ  ઉજવણી અન્વયે માતૃભાષા દિવસ નિમિતે. માધવ કલાવૃન્દ એજ્યુકેશન એન્ડ  ચેરીટેબલ  ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મંદિર કોમ્યુનિટિ હોલ દામનગર ખાતે સાંજે 8.30 કલાકે  આગામી તા. 21/2/26 ને શનિવાર ના  કવિ સંમેલન અને પુસ્તકાલય પ્રવૃતિ  ને સમર્પિત નટુભાઈ ભાતીયા ના સન્માન નું આયોજન કરવા મા આવેલ છે.ડો. ભાગ્યેશ જહા અધ્યક્ષશ્રી ગુજરાત  સાહિત્ય  અકાદમી ગાંધીનગર નગર ની પ્રેરણા થી ડો. શ્રી જયેન્દ્ર સિહ જાદવ સાહેબ, મહામાત્રશ્રી ગુજરાત  સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા .દ્વારા સંયુક્ત  ઉપક્રમે આ કવિ સંમેલનનુ આયોજન કરેલ છે.આ કવિ સંમેલનો મા રાજુલા ના કવિશ્રી જે.પી. ડેર ,શશિભાઈ  રાજ્યગુરુ કવિ ‘હેમાળવી’,પંકજ ચૌહાણ ‘કમલ’ તેમની રચનાઓ  રજુ કરશે. કવિ સંમેલન  મા અતિથિ વિશેષ  તરીકે નટુભાઈ ભાતીયા મંત્રીશ્રી મણીભાઈ પુસ્તકાલય દામનગર તેમજ શ્રી ઘનશ્યમભાઈ  પરમાર વ્યવસ્થાપક શ્રી કલા સંગમ દામનગર ઉપસ્થિત  રહેશે.કવિ સંમેલન નુ સંચાલન ઈતેષકુમાર મહેતા કરશે તેમજ સમગ્ર આયોજન કુ.શ્રી રાજેશ્ર્વરીબેન રાજ્યગુરુ દ્વારા કરવામા આવ્યુ છે.કાર્યક્રમ  ના નિમંત્રક શ્રી ભરતભાઈ  રાજ્યગુરુ, પ્રમુખશ્રી માધવ કલાવૃન્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દામનગર દ્વારા સાહિત્ય  પ્રેમી નગર જનોને આમંત્રણ આપવામા આવેલ છે.

             ગુજરાતી ભાષા ને જીવંત રાખવા અને તેના સંવર્ધન અર્થે ગુજરાત સરકાર દ્વારા માતૃભાષા મહોત્સવ, માતૃભાષા સાપ્તાહ  ની ઉજવણી, તેમજ માતૃભાષા દિન ની ઉજવણી ના ભાગ રુપે સમગ્ર ગુજરાતમા ગુજરાત  સાહિત્ય  અકાદમી ના સહયોગ થી કવિ સંમેલનો વ્યાખ્યાનો યોજવામા આવનાર છે ત્યારે ગુજરાત મા અને વિદેશો મા વસતા ગુજરાતીઓ મા સરકાર ના આ આયોજનો ની સરાહના થઈ  રહી છે. આવા કાર્યક્રમો થી ગુજરાતી મા ગુજરાતી ભાષા પરત્વે જાગૃતિ અને મમત્વ કેળવાશે…

Related Posts