વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના અવસરે ગુજરાત સાહિત્ય અકાદમી અને પી.એમ.શ્રી મોડેલ સ્કૂલ
શામપરા (સિદસર)ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ “માતૃભાષા મહોત્સવ – ૨૦૨૬” અંતર્ગત
વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં માતૃભાષા ગુજરાતી પ્રત્યે ગૌરવની ભાવના પ્રબળ બનાવવાનો તેમજ
ભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો હતો.
આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુશ્રી વંદનાબેન ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું
તથા શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રકાશભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જાણીતા વક્તાઓ શ્રી લલિતભાઈ ખંભાયતા અને શ્રી હરદ્વાર ગોસ્વામીએ માતૃભાષાનું મહત્ત્વ,
તેની વૈચારિક સમૃદ્ધિ અને વ્યક્તિના સર્વાંગી વિકાસમાં તેની ભૂમિકા વિષે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરિયા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ પરમાર, શિક્ષકો,
સાહિત્યપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ભાવનગરના શામપરા (સિદસર) ખાતે માતૃભાષા મહોત્સવ- ૨૦૨૬ અંતર્ગત પ્રેરણાદાયક વ્યાખ્યાન યોજાયું


















Recent Comments