અમરેલી

અમરેલીમાં તા.૧૦ જુુુુલાઈના રોજ અનુબંધમના માધ્યમથી રોજગાર ભરતી મેળો યોજાશે

 અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુથી રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની જિલ્લા રોજગાર કચેરી, અમરેલી દ્વારા  રોજગાર ઈચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન તા. ૧૦.૦૭.૨૦૨૬ના રોજ જય ગણેશ, ટાટા મોટર્સ વર્કશોપ, રાજકોટ બાયપાસ રોડ, અમરેલી ખાતે કર્યુ છે. આ ભરતી મેળાનો પ્રારંભ સવારે ૧૧.૦૦ કલાકથી સ્થળ પર થશે.

આ ભરતી મેળામાં કસ્ટમર એડવાઇઝર, એકાઉન્ટ આસિસ્ટન્ટની ખાલી જગ્યાને અનુરૂપ ૨૦ વર્ષથી લઈ ૪૦૧ વર્ષની વય મર્યાદા માટે કસ્ટમર એડવાઇઝરની જગ્યા માટે ધો. ૧૨ પાસ તથા એકાઉન્ટ આસિસ્ટન્ટ માટે બી.કોમ સાથે ટેલીનું જ્ઞાન ધરાવતા અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવારોને પગાર અને આકર્ષક ઇન્ટેનસીવ મળવા પાત્ર છે.

આ ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લિંક https://anubandham.gujarat.gov.in/account/signup  પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. અનુબંધમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઈ શકશે.

ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ બાયોડેટા, આધારકાર્ડ, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, અનુભવના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે સ્થળ પર ઉપસ્થિત રહેવાનું રહેશે. પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો બંને માટે આ જગ્યાઓ અનુરૂપ છે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે, અથવા ટેલિફોન નં. ૦૨૭૯૨-૨૨૩૩૯૪ પર સંપર્ક કરવો, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Posts