આગામી તા. ૧૬/૦૭/૨૦૨૬ના રોજ ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરના સુભાષનગર
સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળનાર હોવાથી રથયાત્રાના રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે
હેતુસર ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. ગોવાણીએ જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામા મુજબ તા. ૧૬/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૫:૦૦ કલાકથી ૧૦:૦૦ કલાક સુધી પટેલ પાર્કથી
સુભાષનગર ચોક સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ દરમિયાન વાહનોને
નિયત કરાયેલા વૈકલ્પિક માર્ગો (ડાયવર્ઝન) પરથી પસાર થવાનું રહેશે.
જાહેરનામા અનુસાર, ભાવનગર એરપોર્ટથી પટેલ પાર્ક તરફ આવતા તમામ વાહનોને સુભાષનગર ચોકથી
શિવાજી સર્કલ તરફ ડાયવર્ટ કરવામાં આવશે. જ્યારે પટેલ પાર્કથી એરપોર્ટ તરફ જતા તમામ વાહનોને લાલ બહાદુર
શાસ્ત્રી સર્કલથી જમણી બાજુ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન તરફ તથા ડાબી બાજુ આનંદનગર તરફ જતાં રોડ બાજુ
ડાયવર્ટ કરવામાં આવશે.
પોલીસ વિભાગ, મહેસૂલ વિભાગ, પીજીવીસીએલ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિતની આવશ્યક સેવાઓના
વાહનો તેમજ રથયાત્રામાં સામેલ વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ કાયદેસરની
કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરનામાના અમલ અને તેના ભંગ બદલ જરૂરી કાર્યવાહી કરવા હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન
હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.
ભાવનગર જિલ્લામાં તા. ૧૬ જુલાઈએ યોજાનાર ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈ ટ્રાફિક નિયમનનું જાહેરનામું પ્રસિદ્ધ















Recent Comments