ભાવનગર

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતિ નિમુબેન બાંભણિયાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે ટેલીફોનિક રજૂઆત કરતાં રાજય સરકાર દ્વારા સકારાત્મક વલણ અપનાવી ભાવનગર સુરત વચ્ચે વિમાની સેવાને ફરીથી શરૂ કરવા લીલીઝંડી અપાઈ

ભાવનગર સુરત વચ્ચે રાજ્ય સરકારની વીજીએફ યોજના અંતર્ગત ચાલતી વિમાની સેવા ગત જાન્યુઆરી 2026થી બંધ થતા તુરંત જ ભાવનગરના
સાંસદ એવમ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતિ નિમુબેન બાંભણિયાએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ
મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે ટેલીફોનિક રજૂઆત કરી અને સત્વરે ભાવનગરની આ વિમાની સેવા ફરીથી શરૂ કરવા માંગ કરી હતી. જે પરત્વે
રાજય સરકાર દ્વારા સકારાત્મક વલણ અપનાવી ભાવનગર સુરત વચ્ચે વિમાની સેવાને ફરીથી શરૂ કરવા લીલીઝંડી અપાઈ છે અને આજથી નાઇન
સિટર એરક્રાફ્ટની સુવિધા પુનઃ પ્રાપ્ય બની છે આથી ભાવનગરના વ્યાપાર ધંધા ક્ષેત્રના લોકો તેમજ અન્ય પ્રવાસીઓ માટે બંને શહેરો વચ્ચે ઝડપી
હવાઈ પરિવહન મળી રહેનાર છે. લોકોની સેવા અને સુવિધા માટે ભાજપ સરકાર પ્રતિબધ્ધ છે અને ભાવનગરથી મુંબઈની વિમાની સેવા માટે પણ
સક્રિય પ્રયાસો ચાલી રહ્યા છે. નજીકના સમયમાં સકારાત્મક પરિણામ મળે એ માટે અવિરત પ્રયાસો શરૂ છે. દરમિયાનમાં ભાવનગર સુરત વચ્ચે ફરીથી
વિમાની સેવા કાર્યરત થતા સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રીમતિ નિમુબેન બાંભણિયાએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય નાયબ
મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો છે.

Related Posts