અમરેલી ના દેવભૂમિ દેવળીયા ખાતે સરસ્વતી સાધના યોજના અને SBI ના સહયોગથી સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો દેવભૂમિ દેવળીયા તા.૧૯/૦૨/૨૬ ના રોજ શ્રી પ્રાથમિક શાળા, દેવભૂમિ દેવળીયા ખાતે દીકરી ઓના શિક્ષણ અને સુવિધાને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે લોક પ્રતિનિધિ શ્રી નાથાલાલ સુખડિયા, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ભૂતૈયા, SBI બેન્કના મેનેજર શ્રી સારિકાબેન વ્યાસ તથા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અમરીશભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
સરસ્વતી સાધના યોજના સરકારશ્રીની આ યોજના હેઠળ ચાલુ વર્ષની ધોરણ-9 ની 10 કન્યાઓ અને ગત વર્ષની 8 કન્યાઓ મળી કુલ 18 દીકરીઓને સાયકલ સહાય પૂરી પાડવામાં આવી હતી. SBI બેન્કનું યોગદાન એસબીઆઈ બેન્ક, દેવભૂમિ દેવળીયા દ્વારા CSR ફંડ અંતર્ગત ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની 5 દીકરીઓને સાયકલ ભેટ આપવામાં આવી હતી.સ્વાસ્થ્યલક્ષી સુવિધા બેન્ક દ્વારા શાળાની દીકરી ઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને ધ્યાને રાખીને સેનેટરી પેડ ડિસ્ટ્રોયરના 2 મશીન ફાળવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી


















Recent Comments