અમરેલી

શ્રીજી વિદ્યાર્થી ભુવન શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે વાર્ષિકોત્સવ-2026ની ઉજવણી

દેવી સરસ્વતીની તપો ભૂમિનાં ધામ તરીકે વિદ્યાલય શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં ધો-10 અને 12 નો વિદાય સમારંભ અને
વાર્ષિક દિવસ નિમિતે સંસ્કૃતિક કાર્યકર્મનું સુંદર આયોજન થયું હતું. કાર્યકર્મની શરૂઆત પ્રાર્થનાથી થઈ અને દીપ પ્રાગટયથી
કરવામાં આવી હતી. શાળાનાં સંચાલકશ્રી વિલાસબેન વઘાસીયાએ બધાનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ દીપકભાઈએ
પોતાના વક્તવ્યમાં ઉતમ શિક્ષણ આપવા સમર્પિત એવી સંસ્થાનો વિગતે પરિચય આપ્યો હતો.આ ઉપરાંત શ્રી શાળાના
વિદ્યાર્થીઓએ પણ પોતાના વક્તવ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમથી કાર્યક્રમનું વાતાવરણ ઉત્સાહ પ્રેરક બનાવ્યું હતું.શાળાના શિક્ષિક
મિત્રોએ બધી કૃતિઓને ટૂંક સમયમાં પણ માવજતભર્યા સ્પર્શ આપીને ઉત્કૃષ્ટ બનાવવામાં પોતાનો સહયોગ આપ્યો હતો.
કાર્યક્રમના સમાપનમાં બધા જ વિદ્યાર્થીઓએ સમૃતિ ભેટ તેમજ પ્રોત્સાહક ઇનામો આપ્યા હતા વર્ષ દરમિયાન
સંસ્થામાં થયેલા વિવિધ પ્રવૃત્તિઓના વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. તેમજ દરેક વર્ગમાં “સ્ટુડન્ટ ઓફ ધ યર” ના
વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી હતી. સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓએ જે અત્યારે જુદી જુદી જગ્યાએ સારી પોસ્ટ પર પોતાની
સેવા આપે છે તેઓને પણ પોતાના અનુભવ વર્ણવ્યા હતા.
કાર્યક્રમના અંતે બધા જ વાલીઓએ વિદ્યાર્થીઓ તેમજ મહેમાનો માટે સરસ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. આ
કાર્યક્રમમાં અમરેલી થી દૂર દૂર વસતા વાલીઓએ પણ સંસ્થાના આમંત્રણને માન આપી પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવા
ખાસ હાજરી આપી હતી.
આમ એક આગવી શિક્ષણ સંસ્થાએ પોતાની સ્નેહમિલન કાર્યક્રમની ઉજવણી અને વાલીઓને પોતાના કામથી
આનંદિત કર્યા હતા.

Related Posts