ભાવનગર

ગારીયાધાર પોલીસ સપાટો અનડીટેકટ ઘરફોડ ચોરી ડીટેકટ કરી ઓરીજનલ મુદ્દામાલ સાથે આરોપી ઓને કુલ કી.રૂ.૧૦,૧૨,૬૦૦/ ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા

ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ “શાલીમાર પેઈન્ટ” ના ગોડાઉન માંથી અલગ-અલગ બ્રાન્ડેડ કંપનીના કલર કી.રૂ.૪,૮૩,૩૫૦/- ની ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો દાખલ થયેલ હોય જે ગુનો ડીટેકટ કરી આરોપીઓને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવા મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પડિ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિહીર બારીયા પાલીતાણા વિભાગ ની સખત સુચના અનુસંધાને ગારીયાધાર પોલીસ સ્ટેશન ઈ.ચા.પોલીસ ઈન્સપેકટર શ્રી એમ.બી.જાડેજા એ અલગ-અલગ પોલીસ ટીમો બનાવી હ્યુમન સોર્સ, બનાવ સ્થળ આજુબાજુના સી.સી.ટી.વી. ફુટેજ તેમજ પોલીસ સ્ટેશના એમ.સી.આર. ઈસમો ચેક કરી અનડીટેકટ ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કરવા પ્રયત્નશીલ હતા દરમ્યાન સર્વેલન્સ સ્કોડ હેડ કોન્સ. જયપાલસિંહ સરવૈયા, પો.કોન્સ રૂખડભાઈ બળાયકા, પો.કોન્સ.સંદીપભાઈ ઝંઝવાડીયા સહિત સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે, “અગાઉ અમરેલી જિલ્લાના લીલીયા પોલીસ સ્ટેશનના લુંટના ગુનામાં સંડોવાયેલ ઈસમ-સરફરાજ ઉર્ફે સફુ વાહીદભાઇ ગોહીલ વાળો સદરહુ ગુનામાં સંડોવાયેલ છે.” જે આધારે મજકુર ઈસમને પોલીસ સ્ટેશન લાવી યુકતી પ્રયુકતિ પુર્વક પુછપરછ કરતા પોતે પોતાના મીત્રો સાથે મળી સદરહુ ઘરફોડ ચોરીનો ગુનો આચરેલ હોવાની કબુલાત આપતા તેની સાથે સામેલ ચોરીમાં સંડોવાયેલા નીચે મુજબના આરોપીઓને પકડી પાડી અટક કરી ધારાસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.આરોપીઓના નામ (૧) સરફરાજ ઉર્ફે સકુ વાહીદભાઇ ગોહીલ ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે. ગારીયાધાર, નવાગામ રોડ, બ્રહ્માણી નગર, તા.ગારીયાધાર જી.ભાવનગર (ગુનાહીત ઈતીહાસ-લીલીયા પોલીસ સ્ટેશન જી.અમરેલી ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૪૦૧૮૭/૨૦૨૪ IPC ૧૨૦(બી), ૩૯૨, ૩૯૪, ૫૦૪, ૫૦૬(ર), ૩૪ મુજબ)(૨) આદીલભાઇ યુસુફભાઇ મહેતર ઉ.વ.૨૫ ધંધો.ગેરેજ રહે.ગારીયાધાર, પાલીતાણા રોડ, એચ.પી.પેટ્રોલપંપ ની સામે, તા.ગારીયાધાર જી.ભાવનગર (૩) સાહીલ ઉર્ફે બાંગો મહેબુબભાઇ ચૌહાણ ઉ.વ.૨૧ ધંધો. મજુરી રહે.બાગેઅમન, સોસાયટી, ગારીયાધાર જી.ભાવનગર (૪) કાર્તીકભાઈ નટુભાઈ ચૌહાણ ઉ.વ.૨૦ રહે.સારીંગપુર ગામ તા.ગારીયાધાર (૫) પીયુષભાઈ અરજણભાઈ પરમાર ઉ.વ.૧૯ રહે. વડીયા રોડ, ગણેશનગર-૦૩, પાલીતાણા જિ.ભાવનગર (૬) સાહીલભાઇ ઉર્ફે ખાટુ ઉસ્માનભાઈ કુરેશી રહે.ગારીયાધાર (પકડવાનો બાકી)

આરોપીને સાથે રાખી સરધાર જિ.રાજકોટ ખાતેથી કબ્જે કરાવામાં આવેલ મુદ્દામાલ (૧) એશીયન પેઈન્ટસ કંપનીની કલરની ડોલ નંગ-૬૫ કી.રૂ.૨,૬૯,૭૫૦/- (૨) ઈન્ડીગો કંપનીની કલરની ડોલ નંગ-૩૬ કી.રૂ.૧,૪૪,૦૦૦/-(૩) બીરલા કંપનીની કલરની ડોલ નંગ-૧૯ કી.રૂ.૭૮,૮૫૦/-(૪) મુદ્દામાલના રોકડ રૂપીયા.૯૫,૦૦૦/-(૫) ઉપયોગમાં લીધેલ બોલેરો પીકઅપ વાન રજી.નં.GJ-04-AX-3738 કી.રૂ.૪,૦૦,ooo/-(૬) મોબાઇલ ફોન નંગ-૫ કી.રૂ.૨૫,૦૦o/-કુલ કી.રૂ.૧૦,૧૨,૬૦૦/ નો મુ.માલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ(૧) ઈ.ચા. પો.ઈન્સ. એમ.બી.જાડેજા(૨) પો.સબ.ઈન્સ. એમ.બી. રાઠોડ

(૩) એ.એસ.આઈ.ડી.કે.ગઢવી(૪) હેડ કોન્સ. જયપાલસિંહ સરવૈયા(૫) હેડ કોન્સ. દીગ્વીજયસિંહ ગોહિલ(૬) હેડ કોન્સ. મનીષભાઈ મકવાણા(૭) પો.કોન્સ. રૂખડભાઈ બળાયકા(૮) પો.કોન્સ. સંદીપભાઈ ઝંઝવાડીયા(૯) પો.કોન્સ. રાજભાઈ વાઘેલા(૧૦) પો.કોન્સ અજયભાઈ મકવાણા(૧૨) પો.કો. લક્ષ્મણભાઈ ભમ્મર સહિત ની તત્પરતા ચીવટ થી ડીટેકટિવ ગુનો ઉકેલાયો હતો

Related Posts