જીતવા જંગ પરીક્ષા તણો તણાવને કરવા દૂર,
આત્મબળને પ્રજ્વલિત કર હે, નાથ!
છોડી કપોળ કલ્પિત ભય,
કંડારવા સફળતાની કેડી,
કહે યોગેશ્વર, “છોડી સઘળા ભય અને મોહ ચડાવી દે પણછ હવે ગાંડીવ તણી હે, પાર્થ!
–“પાંધીસર” –
ગતરોજ સાવરકુંડલાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ‘ચાણક્ય ટ્યુશન ક્લાસીસ’ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે અહીં વાટલીયા બોર્ડિંગ ખાતે વિદ્યાર્થીઓ વાલીગણ અને શિક્ષણવિદોની પ્રેરક ઉપસ્થિતિમાં એક વિશેષ ચર્ચા અને શુભેચ્છા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના મનમાંથી ભય દૂર કરી તેમને પ્રોત્સાહિત કરવાનો હતો.આ પ્રસંગે સાવરકુંડલાની નામાંકિત સંસ્થાઓના શિક્ષણવિદોએ હાજર રહી વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક વાતો કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પરીક્ષા એ ડરવાનો વિષય નથી, પણ પોતાની ક્ષમતા બતાવવાની તક છે. મહાનુભાવોએ ચાણક્ય ટ્યુશન ક્લાસીસ દ્વારા થતી શૈક્ષણિક, સાહિત્યિક અને સામાજિક પ્રવૃત્તિઓની વિશેષ નોંધ લઈ સંસ્થાના કાર્ય પ્રત્યે અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં ચેતનભાઈ ગુજરીયા, ડો. મધુરભાઈ બગડા, બિપીનભાઈ પાંધી, જેન્તીભાઇ ખડડિયા, દિપેશભાઈ પંડ્યા, આશિષભાઈ જોષી, તૃપ્તિબેન ભરાડ, જલ્પાબેન રાવળ, નિલેશભાઈ ગૌસ્વામી, રફીકભાઇ, ધીરુદાદા, બળવંતભાઈ મારું, રીનાબેન નાગર તેમજ વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ અને ચાણક્ય ટ્યુશન ક્લાસીસની સમગ્ર ટીમ હાજર રહી હતી.
સંસ્થાના સંચાલક શ્રી જેસીંગભાઈ જીતિયાએ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ તકે વિદ્યાર્થીઓએ પણ ક્લાસીસની શિક્ષણ પદ્ધતિ અને વિશેષતાઓ વિશે પોતાના પ્રભાવશાળી મંતવ્યો અને વક્તવ્ય રજૂ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમ સંચાલક શ્રી જેસીંગભાઈના માર્ગદર્શન અને ક્લાસીસની ટીમની જહેમતથી અત્યંત સફળ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચાણક્ય ટ્યુશન ક્લાસીસ સરકાર માન્ય સંસ્થા છે, જ્યાં ધોરણ ૬ થી ૧૨ (આર્ટસ, કોમર્સ અને સાયન્સ)માં *“શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ”* ના સૂત્ર સાથે ઉત્કૃષ્ટ કાર્ય થઈ રહ્યું છે.


















Recent Comments