ભાવનગરની ધ. કે .પી ઈ .એસ ઇંગ્લિશ સ્કૂલ બાલમંદિર વિભાગ દ્વારા ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી
કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત શાળાના જનરલ સેક્રેટરી સર, ટ્રેસરર,સર એડમિનિસ્ટ્રેટર્સ અને કે.પી.ઈ.એસ ની વિવિધ બ્રાન્ચ ના આચાર્યશ્રી દ્વારા દીપ પ્રજ્વલન અને પ્રાર્થના સાથે કરવામાં આવી. નાનકડા બાળકો દ્વારા રજૂ થયેલી કૃષ્ણ લીલા અને સંસ્કારી સંદેશોથી ભરપૂર કાર્યક્રમને દાદા-દાદીએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો. કેટલીક રમૂજી રમતો અને પ્રવૃત્તિઓમાં દાદા-દાદી પણ ઉત્સાહપૂર્વક જોડાયા, જેના કારણે કાર્યક્રમ વધુ આનંદમય બની ગયો.આ પ્રસંગે શાળાના મેનેજમેન્ટ દ્વારા દાદા દાદી અને નાના નાની ને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા અને રમુજી રમતો ના વિજેતાઓને પણ સર્ટિફિકેટ અને પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ પ્રેમ, લાગણી અને સંસ્કારની સુંદર અભિવ્યક્તિ બની રહ્યો.


















Recent Comments