દેશની પ્રતિષ્ઠિત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટ સંચાલિત પંડિત સુખલાલજી લોક વિદ્યાલય – માઈધારમાં ચાલતા લોક કલ્યાણ વિદ્યાલયને સમગ્ર શિક્ષા દ્વારા પ્રતિષ્ઠિત સક્ષમ એવોર્ડ જિલ્લા અને તાલુકા બંને કક્ષાએ પ્રથમ ક્રમે પ્રાપ્ત થયો છે. આ નિમિત્તે શાળાને પ્રમાણપત્ર – ટ્રોફી અને ₹42,000ની ધનરાશિ એનાયત કરવામાં આવી. માઈધાર પરિવાર વતી શાળાના આચાર્ય નિર્મળભાઈ, શિક્ષક એભલ ભાઈ ભાલિયા, જગદીશભાઈ ડાંગર, સંજયભાઈ ડોડીયા, મનિષભાઈ બારૈયાએ હાજર રહીને એવોર્ડ સ્વીકાર કર્યો જે સમગ્ર પરિવાર માટે ગૌરવ, ગર્વ અને આનંદની ઘટના છે.
શાળામાં ચાલતા ગુણવત્તાસભર શિક્ષણ, છાત્રાલય – જીવન લક્ષી પ્રવૃત્તિઓ, વાલી મિલન, આસપાસના ગામો સાથે વિસ્તરણ કાર્યો, ઉત્સવોની ઉજવણી, ગાંધી ગુંજન, વાંચન શિબિર, આકાશ દર્શન, સાહસ દોડ, ખજાનાની શોધ, કલા – રમત ગમત શિક્ષણ તેમજ વિદ્યાર્થી સંસ્કાર ઘડતર માટે ચાલતો રૂપાંતર કાર્યક્રમ, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, કૃષિ કેન્દ્ર, આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર, મોજીલું શિક્ષણ, અહિંસાની કેળવણી અને પર્યાવરણ – આરોગ્ય જાગૃતિ જેવા કાર્યક્રમનો લાભ વિદ્યાર્થીઓનાં ઘડતરમાં પેરક બની રહે છે. સ્વચ્છ અને રળિયામણા પરિસરમાં યોજાતી વિવિધ તાલીમો દ્વારા સંસ્થામાં આવતા તજજ્ઞ વક્તાઓનો લાભ વિદ્યાર્થીઓને મળે છે. જાણીતા લોક વિજ્ઞાનિક અને લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.અરુણભાઈ દવે, ભાવનાબેન પાઠક, પાતુભાઈ આહિર, કલ્યાણભાઈ ડાંગર, અરજણભાઈ ડાંગર અને ટ્રસ્ટી ગણનું અમુલ્ય માર્ગદર્શન સતત મળતું રહે છે. આ સંસ્થાને તન-મન-ધનથી હૂફ અને આર્થિક સહયોગ આપનાર પીડીલાઈટ પરિવારના ચેરમેન આ.મધુકરભાઈ, કેન્દ્રીયમંત્રી આ. મનસુખભાઈ માંડવિયા, શિશુવિહાર, કંચન ફાઉન્ડેશન, કેશવભાઈ ગોઠી પરિવાર ટ્રસ્ટને કૃતજ્ઞતા પૂર્વક વંદન કરીએ છીએ. આ સિદ્ધિ શાળાના કર્મઠ આચાર્યશ્રી, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓની સંયુક્ત મહેનત, આયોજન અને સમર્પણનું ફળ છે. આ ઘટનાથી સમગ્ર પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ છે.


















Recent Comments