ભાવનગર

ભાવનગરના સરદાર પટેલ રમત સંકૂલના ખેલાડીએ લોન ટેનિસ સ્પર્ધામાં વિજેતા થઈને રાજ્ય સ્તરે ગોલ્ડ મેડલ મેળવ્યું

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,
ગાંધીનગર દ્વારા સંચાલિત સરદાર પટેલ રમત સંકૂલ, ભાવનગર ખાતે કાર્યરત છે, રમત સંકૂલ ખાતે
ડી.એલ.એસ.એસ.અને એકેડમી જેવી યોજનાઓ અમલમાં હોય જેમાં ખેલાડીઓને કોચ ના યોગ્ય માર્ગદર્શન હેઠળ
તૈયાર કરવામાં આવે છે.
ભાવનગર ખાતે લોન ટેનિસ કોચ કું હિરવા લિંબાચિયા પાસે તાલીમ મેળવી રહેલ ડી.એલ.એસ.એસ. ના ફક્ત
૧૫ વર્ષના ખેલાડી જાની વંશ દર્શનભાઈ જે તાજેતરમાં ગુજરાત સ્ટેટ રેંકિંગ ટુર્નામેન્ટમાં અંડર-૧૬ અને અંડર-૧૮માં
પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.
જાની વંશ દર્શનભાઈ એ પંજાબ, જલંધર, રાજકોટ, અમદાવાદ ખાતે ઓલ ઈન્ડિયા ટેનિસ એસો. દ્વારા
યોજાનાર સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે. તેમજ ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત ખાતે યોજાયેલી
વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,
ભાવનગર તરફથી લોન ટેનિસ કોચ કું હિરવા લિંબાચિયા , ટ્રેનર કુ તૃપ્તિબા ગોહિલ તેમજ ખેલાડી જાની વંશ
દર્શનભાઈને અભિનંદન પાઠવવામા આવે છે.

Related Posts