બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના હેઠળ અમરેલી સ્થિત ડૉ. જીવરાજ મહેતા પોલિટેક્નિક ઈન્સ્ટિટ્યૂટ ખાતે જેન્ડર સેન્સિટાઈઝેશન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા બેટી બચાવો, બેટી પઢાઓ યોજના વિષયક માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. ઉપરાંત બાળ વિકાસ વિભાગની યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટર વિષયક માહિતી પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય શ્રી ભાવિનભાઈ રાવળ, કોલેજ સ્ટાફ, જેન્ડર સ્પેશિયાલિસ્ટ જાનાબેન ગલચર, કાઉન્સેલર શ્રી રેશ્માબેન બાજેર ઉપસ્થિત રહ્યા હતા તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
અમરેલી સ્થિત ડૉ. જીવરાજ મહેતા પોલિટેક્નિક ઈન્સ્ટિટ્યૂટ ખાતે જેન્ડર સેન્સિટાઈઝેશન કાર્યક્રમ યોજાયો


















Recent Comments