શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામમંદિર દ્વારા શતાબ્દી મહોત્સવ (૧૯૨૮ – ૨૦૨૮) ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે સાવરકુંડલા ખાતે શહેરના વરિષ્ઠ નાગરિકો માટે એક વિશેષ ‘રચનાત્મક રમતોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ૫૦ વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકો માટે યોજાયેલા આ કાર્યક્રમમાં વડીલોમાં અદ્ભુત સ્ફૂર્તિ અને રમતગમત પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે શહેરના અગ્રણીઓ અને મહાનુભાવોએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, ભક્તિરામબાપુ, શ્રી દીપકભાઈ માલાણી, શ્રી મુકુંદભાઈ નાગ્રેચા, ડો. વડેરા સાહેબ, શ્રી વિનુભાઈ રાવળ તથા શ્રી દીપકભાઈ શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના ઉદ્બોધન બાદ વિવિધ રચનાત્મક રમતોની શરૂઆત કરવામાં આવી હતી.
શતાબ્દી વર્ષની આ ઉજવણીમાં વરિષ્ઠ નાગરિકોએ પોતાની વયને વિસરીને યુવાની જેવો જોશ બતાવ્યો હતો. વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતા સ્પર્ધકોના ચહેરા પર એક અલગ જ ખુશી અને નિખાલસતા જોવા મળતી હતી. હાર-જીત કરતા પરસ્પર મૈત્રી અને આનંદના વાતાવરણમાં આખો દિવસ પસાર થયો હતો. વ્યાયામમંદિરના આ સુંદર આયોજનની સમગ્ર શહેરના લોકોએ પ્રશંસા કરી હતી. આ સંદર્ભે સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ તેના ઉદબોધનમાં જણાવ્યું હતું કે કે આ કાર્યક્રમના આયોજનને બિરદાવેલ. વ્યક્તિના જીવનમાંથી બાળપણ ન જતું ન રહેવું જોઈએ.. પુનઃ સ્મૃતિઓને માણવા ઓગાળવવાથી જીવન રેખા લંબાઈ જાય છે. જ્યારે આજના ડીજીટલ યુગમાં રમતોનું મહત્વ લુપ્ત થઈ રહ્યું છે ત્યારે આ પ્રસંગ શહેરમા ખૂબ પ્રશંસનીય રહ્યો છે
ખાસકરીને વિધ્ન દોડ અને સંગીત ખુરશી જેવી રમતો દ્વારા સાવરકુંડલા શહેરના વરિષ્ઠ નાગરિકોએ આજે પોતાના બાળપણના સંસ્મરણોને ઓપ આપતાં જોવા મળેલ
આમ આ રમતોત્સવ સમગ્ર શહેરના આકર્ષણનું કેન્દ્ર બનતો જોવા મળેલ
સ્પર્ધાઆ અંતે ઉપસ્થિત તમામે હળવો નાસ્તો ચા પાણી પીને તમામ સ્પર્ધાકોને શુભકામનાઓ પાઠવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ ખુમાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અરવિંદભાઈ મેવાડા શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર કર્મચારીગણ સંસ્થાના ટ્રસ્ટીઓનાં માર્ગદર્શન હેઠળ સફળ કાર્યક્રમ યોજાયો.


















Recent Comments