સાવરકુંડલા શહેરમાં નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુસર ₹૧૧૪ લાખના ખર્ચે
પોલીસ સ્ટેશનથી જુના બસ સ્ટેન્ડથી નાવલી બ્રિજ સુધીના માર્ગના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત માનનીય
ધારાસભ્ય શ્રી મહેશભાઈના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
આ માર્ગ કાર્ય હેઠળ અંદાજિત ૫૦૦ મીટર લંબાઈ અને ૧૧ મીટર પહોળાઈ ધરાવતા મજબૂત સી.સી.
રોડનું નિર્માણ કરવામાં આવશે. માર્ગની બંને બાજુ બ્લોક પેવિંગ કામ પણ હાથ ધરાશે, જેના કારણે
માર્ગ વધુ સુવ્યવસ્થિત અને સલામત બનશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ બનશે, વાહનચાલકોને
સુગમ, સલામત અને ટકાઉ માર્ગ સુવિધા પ્રાપ્ત થશે.
ધારાસભ્યશ્રીએ આ અવસરે જણાવ્યું કે નાગરિકોની સુવિધા અને શહેરના વિકાસ માટે સતત પ્રયત્નો
કરવામાં આવી રહ્યા છે અને આવનારા સમયમાં પણ આવાં વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવામાં
આવશે.
આ ખાતમુહરત નગરપાલિકા હોદેદારવ્શ્રીઓ,સગઠનના હોદેદાશ્રીઓ,સ્થાનિક આગેવાનો,
અધિકારીઓ તથા નાગરિકોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો.
ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ના હસ્તે સાવરકુંડલા શહેરના પોલીસ સ્ટેશનથી નાવલી બ્રિજ સુધી મજબૂત સી.સી. ના રોડનું રૂ ૧.૧૪ કરોડ ના ખર્ચે ખાત્મુહ્રત કરવામાં આવ્યું


















Recent Comments